ગુજરાત

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઉચ્ચ જોખમવાળી ઓપન બાયપાસ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

રાજકોટ, માર્ચ ૨૦૨૪ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરમાં જ 131 કિલોગ્રામ BMI 40.4 kg/m2, ઓબિઝ ક્લાસ 3 વજન ધરાવતા ૪૫ વર્ષીય એક દર્દી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સ્થિતિ ઓપન બાયપાસ સર્જરી કરાવવી પડે તેવી જટિલ હતી. આ ગંભીર સ્થિતિમાં ઓપેરશન કરવું વધુ જોખમી સાબિત થઈ શકે તેમ હતું. જો કે, દર્દી સાથે યોગ્ય કાઉન્સેલિંગ સેશન પછી, ઉચ્ચ જોખમવાળી ઓપન બાયપાસ સર્જરી સાથે આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું.

ઉચ્ચ જોખમવાળી ઓપન બાયપાસ સર્જરી ડો.ચિંતન મહેતા (કન્સલ્ટન્ટ: કાર્ડિયો વાસ્ક્યુલર એન્ડ થોરાસિક એન્ડ મિનિમલ ઈન્વેઝિવ કાર્ડિયાક સર્જન) અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. દર્દીના વધુ  વજનના કારણે પડકારો હોવા છતાં, પ્રક્રિયા સરળતાથી થઈ હતી. ઓપેરશન પછી, દર્દીને પહેલા જ દિવસે વેન્ટિલેટરમાંથી બહાર કાઢવામાં આવ્યા જે હકારાત્મક રીતે ઝડપી રિકવરીના સંકેત છે.

ઓપેરશન બાદ દર્દીની ઝડપી રિકવરી થવા લાગી. ઓપેરશનના બીજા દિવસે દર્દીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજા દિવસે ડ્રેઇન દૂર કરવામાં આવ્યો અને મોઢાથી ખોરાક દેવામાં શુરુ કરવામાં આવ્યું. દર્દી  સામાન્ય હલનચલન અને તેમની દૈનિક પ્રવૃત્તિઓ સરળતાથી કરવા લાગ્યા. સતત ત્રીજા દિવસે પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો જે ખુબ જ હકારાત્મક બાબત હતી.

દર્દીની ઝડપી રિકવરીને જોતા ઓપેરશનના ચોથા દિવસે દર્દીને રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું. દર્દીને તેમની દિનચર્યા અને શ્રેષ્ઠ સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે ડિસ્ચાર્જ પછીની વ્યાપક સૂચનાઓ આપવામાં આવી હતી.

વોકહાર્ટ  હોસ્પિટલ્સની નિપુણ અને સમર્પિત તબીબી ટીમ દ્વારા જટિલ તથા ઉચ્ચ જોખમવાળી ઓપન બાયપાસ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. હાલ દર્દી પોતાની દૈનિક પ્રવુતિઓ પોતાની જાતે સારી રીતે કરી શકે છે. આ પ્રકારની સફળ સર્જરી વોકહાર્ટ  હોસ્પિટલ્સ, રાજકોટની તબીબી ગુણવત્તા પર ભાર મૂકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button