સુરતમાં ૮ કિ.મીની ઝડપે ગરમ પવન ફૂંકાયો, ડાગમાં ૪૧.૨ ડિગ્રી ગરમી સુરતનું મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી, નવસારીનું ૩૯ ડિગ્રી અને નર્મદાનું ૩૯.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

સુરતમાં ૮ કિ.મીની ઝડપે ગરમ પવન ફૂંકાયો, ડાગમાં ૪૧.૨ ડિગ્રી ગરમી સુરતનું મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી, નવસારીનું ૩૯ ડિગ્રી અને નર્મદાનું ૩૯.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
સુરત શહેરમાં આજરોજ ઉત્તર પૂર્વ દિશામાંથી આઠ કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. સુરતનું મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી, ડાંગનું ૪૧.૨ ડિગ્રી, નર્મદાનું ૩૯.૯ ડિગ્રી અને નવસારીનું ૩૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
સુરત હવામાન વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરનું આજનું મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ દિવસ દરમિયાન ૨૪ ટકા હતું. ઉત્તર પૂર્વ દિશામાંથી પ્રતિ કલાક ૮ કિમીની ઝડપે પવન ફૂંકાયો
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ડાંગનું ૪૧.૨ ડિગ્રી હતું. ડાંગનું લઘુત્તમ તાપમાન ૨૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નર્મદાનું મહત્તમ તાપમાન ૩૯.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૧.૪ ડિગ્રી સેલ્સિયસ હતું.
નવસારીનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી સેલ્સિયસ હતું. ૨.૭ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ ૨૬ ટકા હતું
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાવવાની સંભાવના નથી.