મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડીમાં ત્રીજો મંગળવાર બાલ દિવસ તરીકે મનાવાયો
મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડીમાં ત્રીજો મંગળવાર બાલ દિવસ તરીકે મનાવાયો
આજ રોજ માસના ત્રીજા મંગળવાર નિમિત્તે મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડીમાં અન્ન પ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં છ માસ પૂર્ણ કરેલ બાળકને ઉપરી આહાર ચાલુ કરાવવા સમજ આપવામાં આવી હતી સ્તનપાન મેળવતા બધા જ બાળકો ૬ મહિના પૂર્ણ કરે તે પછી તેમના સર્વાંગી વિકાસ માટે ઉપરી આહાર સમયસર ચાલુ કરાય તે ખૂબ જ જરૂરી છે. આથી, ઉપરી આહારની સમયસર શરૂઆત સુધારવા માટે અને માતાઓને યોગ્ય ઉપરી આહારની આદતો વિષે શિક્ષિત કરવા માટે, દર મહિનાના ચોથા શુક્રવારે બપોરે ૧૨ થી ૨ ની વચ્ચે દરેક આંગણવાડીમાં તેમજ બાલ દિવસ -ત્રીજો મંગળવાર મનાવાય છે જેના ઉપલક્ષમાં બાલ દિવસ મનાવાય છે …..
બાળકના સર્વાંગી વિકાસની પ્રક્રીયા માતાના ગર્ભધારણથી શરૂ થાય છે અને 90 વર્ષ સુધીમાં 6% મગજનો વિકાસ થઈ જાય છેઆવર્ષોમાં બાળકોના વિકાસ અને વૃદ્ધિ, કૌશલ્યો, ક્ષમતાઓ, અને વર્ત કેળવવા માટે પાયાના વર્ષો છે. આ બાલ દિવસનો હેતુ છે બાળકના વાલીને પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું બાળ વિકસમાં મહત્વ સમજાવવું અને સંવેદનશીલ બનાવવા બાળકોના સર્વાંગી વિકાસમાં માતા પિતા અને કુટુંબદ્વારા પ્રોત્સાહિત વાતાવરણ પૂરું પાડવા માટે તેમને ભૂમિકા સમજાવવી તેમજઆંગણવાડીમાં બાળકના સર્વાગી વિકાસ માટે કરાવવામાં આવતી પ્રવૃતિઓથી માહીત ગાર કરવા તેમના બાળકના વિકાસ અંગે જણાવવું અને ચર્ચા કરવી . બાલ દિવસ દરમ્યાન કરવાની થતી પ્રવૃતિઓ
જે તે મહીનાથી મુજબ બાળકોને બાળગીત, જોડકણા, થીમ અને તેહવાર મુજબ વેશભૂષા અને નાટક તેમના વાલી સમક્ષ રજૂ કરાવવા . બાળકને પ્રોત્સાહન ભેટ આપવી જેમાં ક્રેયનકલર, ચિત્રપોથી, પેઇન્ટિંગ બૂક અને અન્ય રમવાની સામગ્રી.રમકડાનો સમાવેશ થશે . બાળકના સર્વાંગી વિકાસમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ, માતાપિતાની ભૂમિકા -, તેમને આપવામાં આવતું વાતાવરણ, સ્વચ્છતાના મહત્વ અંગે સંપરામર્શ .વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરાવવી જેવીકે જન્મદિન નિમિત્તે પ્રોત્સાહન, સ્વચ્છ બાલ હરિફાઈ,ડ્રોઈંગ ચાર્ટ, આજનું ગુલાબ વગેરે વગેરે ……. ECCE કીટનો ઉપયોગ કરીબાળકો દ્વારા બનાવેલ વિવિધ કલાત્મક ચીજવસ્તુઓની બનાવટનું નિદર્શન કરવું.