ડીંડોલીમાં મળસ્કે ઘરમાં ઘૂસી અજાણ્યાનો દંપતિ પર હુમલો
Surat News: સુરતના ડીંડોલી વિસ્તારની ડ્રિમવિલા સોસાયટીમાં આજે મળસ્કે એક ઘરમાં ઘુસી અજાણ્યાએ દંપતી ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ દોડતી થઈ હતી.મળસ્કે ૪.૩૦ વાગ્યાની આસપાસ ઘૂસેલો અજાણ્યો લૂંટના ઈરાદે કે અન્ય કોઈ ઈરાદે આવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો મુજબ સુરતના ડીંડોલી વિસ્તારની ડ્રિમવિલા સોસાયટીમાં હાલ નવા મકાનોનું બાંધકામ થઈ રહ્યું છે.આ મકાનોની સામેના એક મકાનમાં આજે મળસ્કે ૪.૩૦ વાગ્યે એક અજાણ્યો ઘુસ્યો હતો.તે સમયે ત્યાં રહેતું દંપતી જાગી જતા અજાણ્યાએ ચપ્પુ વડે તેમના ઉપર હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો.ગંભીર ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું હતું.બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યો લૂંટના ઈરાદે કે અન્ય કોઈ ઈરાદે આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે.