ગુજરાત

નવા કાયદામાં ઇન્વેસ્ટિગેશન, પ્રોસીક્યૂશન અને જ્યુડિશિયલ પ્રોસેસમાં ફોરેન્સિક સાયન્સને મહત્વ આપવામાં આવ્યું છે, આ યુવાનો માટે એક વિશાળ ક્ષેત્ર ઓપન થવા જઈ રહ્યું છે : અમિત શાહ

નવા કાયદામાં ઇન્વેસ્ટિગેશન, પ્રોસીક્યૂશન અને જ્યુડિશિયલ પ્રોસેસમાં ફોરેન્સિક સાયન્સને મહત્વ આપવામાં આવ્યું છે, આ યુવાનો માટે એક વિશાળ ક્ષેત્ર ઓપન થવા જઈ રહ્યું છે : અમિત શાહ

આ ત્રણેય નવા ફોજદારી કાયદા ૫ વર્ષમાં લાગૂ કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મંગળવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ની ૫મી આંતરરાષ્ટ્રીય અને ૪૪મી ઓલ ઈન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા સ્પષ્ટતા કરી હતી કે, ‘નવા કાયદામાં તપાસ, કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયામાં ફોરેન્સિક સાયન્સનો સમાવેશ થાય છે. યુવાનો માટે એક વિશાળ ક્ષેત્ર ઓપન થવા જઈ રહ્યું છે. આવનારા ૫ વર્ષમાં ત્રણેય નવા ફોજદારી કાયદા અમલમાં આવશે.

 

દેશની જનતાએ જોયું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લાં ૧૦ વર્ષમાં ૫૦ થી વધુ યુગ પરિવર્તનકારી કામો કર્યા છે. નવા ભારતના નવા કાયદાઓમાં ટેક્નોલોજીના ઉપયોગથી ન્યાય હવે અવેલેબલ, અફોર્ટેબલ અને એક્સેસિબલ થશે.

 

અમૃતકાળમાં ત્રણ નવા કાયદાથી ઇઝ ઓફ પુલિસિંગ અને ઇઝ ઓફ જસ્ટિસનો યુગ શરૂ કરનાર અને ગુલામીની માનસિકતાનો અંત લાવી ન્યાયના આશયથી કાયદાઓ બનાવનાર ભારતીય રાજનીતિના ચાણક્ય શાહ એવી વ્યવસ્થા બનાવી છે કે દેશમાં આવતા ૫ વર્ષમાં દર વર્ષે ૯ હજાર થી વધુ ફોરેન્સિક સાયન્સ ઓફિસર તૈયાર કરવામાં આવશે. આગામી વર્ષમાં NFSUના વધુ ૯ કેમ્પસ દેશભરમાં ખોલવામાં આવશે જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ફોરેન્સિક સાયન્સના ઉપયોગ માટે સંસાધનો બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

 

ન્યાય માટે પ્રતિબદ્ધ શાહ માને છે કે ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ માત્ર તપાસમાં જ નહીં, પરંતુ ન્યાય પ્રદાન કરવાની પ્રક્રિયામાં પણ થવો જોઈએ. તેઓ એવું પણ માને છે કે ફોજદારી ન્યાય પ્રણાલીએ ગુનેગારો કરતાં બે પેઢી આગળ રહેવાની જરૂર છે. એ પણ યોગાનુયોગ છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ૫મી આંતરરાષ્ટ્રીય અને ૪૪મી ઓલ ઈન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સનું ઉદ્ઘાટન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતની ફોજદારી ન્યાય વ્યવસ્થા નવા યુગમાં પ્રવેશી રહી છે.

 

દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અંગ્રેજોએ બનાવેલા કાયદામાં આમૂલ પરિવર્તન કરીને નવા ભારત માટે નવો કાયદો બનાવીને અભૂતપૂર્વ કામ કર્યું છે. પહેલાના કાયદાનો હેતુ અંગ્રેજોના શાસનને સુરક્ષિત કરવાનો અને ભારતીયોને સજા કરવાનો હતો. હવે ન્યાયની મૂળ ભાવના સાથે કાયદો લાવવામાં આવ્યો છે. એ પણ નોંધનીય છે કે અગાઉના કાયદામાં ‘સજા’ શબ્દ જોડવામાં આવ્યો હતો. જ્યારે નવા કાયદામાં ‘ન્યાય’ શબ્દ જોડવામાં આવ્યો હતો. શાહ જેમણે નવા કાયદામાં ૭ વર્ષ અને તેથી વધુની સજા માટે દરેક ગુના સ્થળની ફોરેન્સિક સાયન્સ ઓફિસરની મુલાકાત લેવાનું ફરજિયાત બનાવ્યું છે. તેઓ માને છે કે આનાથી તપાસ સરળ બનશે અને ન્યાયાધીશોનું કામ પણ સરળ બનશે. ટેક્નોલોજીની મદદથી ફોજદારી ન્યાય વ્યવસ્થાના તમામ પડકારોને દૂર કરીને દેશની ન્યાય વ્યવસ્થા ૫ વર્ષમાં વિશ્વની સૌથી આધુનિક બની જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button