ગુજરાતના શેખપુર, પંચમહાલ માં “રાજીન્દર આશ્રમ” નું ઉદ્ઘાટન.
Sheikhpur News: હજુર બાબા સાવન સિંહજી મહારાજના 166 માં પ્રકાશ દિવસ ના શુભ અવસર પર સાવન કૃપાલ રુહાની મિશન ની તરફથી ગુજરાત શેખપુર ગામમાં 27 જુલાઈ 2024 ના રોજ” રાજીન્દર આશ્રમ”નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન ના અવસર પર હજુર બાબા સાવન સિંહજી મહારાજ નો 166 મો પ્રકાશ દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં ગુજરાતના વિભિન્ન શહેરો તથા મધ્યપ્રદેશના ગામોમાંથી આવેલા લગભગ 2000 થી વધારે ભાઈ બહેનોએ ભાગ લીધો. આ અસર પર મિશનના જોનલ ઇન્ચાર્જ મુખ્ય અતિથિના રૂપમાં ઉપસ્થિત હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સાવન કૃપાલ રુહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ નો વિડીયો સત્સંગ ચલાવવામાં આવ્યો જેમાં તેમણે ફરમાવ્યું કે આશ્રમમાં આવીને જ આપણું ધ્યાન પિતા પરમેશ્વરની તરફ જાય છે એટલા માટે આપણે વારંવાર અહીંયા આવવું જોઈએ. અહીં આવીને આપણને ખબર પડે છે કે આપણે બધા એક જ પિતા પરમેશ્વરના સંતાન છે.
એમને આગળ ફરમાવ્યું કે,”હજુર બાબા સાવન સિંહજી મહારાજ એક એવી ચાલતી ફરતી પ્રભુ રૂપ હસ્તી હતા, તેમને રૂહાનીયત નો રસ્તો જે અમુક જ લોકો સુધી સીમિત હતો, એને લાખો લોકો સુધી પહોંચાડ્યો અને એમને પ્રભુ ની’જ્યોતિ અને’શ્રુતિ’ના સાથે જોડી દીધા. આવા મહાપુરુષ પોતાના માટે નહીં પરંતુ સમસ્ત સંસારના માટે આ ધરતી પર આવે છે તેઓ આના જીવતા જાગતા ઉદાહરણ હતા. હજુર બાબા સાવન સિંહજી મહારાજે પોતાના ઉપદેશો દ્વારા સમજાવ્યું કે દરેક મનુષ્ય પરમપિતા પરમાત્માનો અંશ હોવાને લીધે તેમને મેળવી શકે છે કે જે આપણા મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ અવસર પર માનવ કલ્યાણ હેતુ મફત ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 30 ડોક્ટરોએ મળીને 350 થી વધારે ભાઈ બહેનોનું ચેકઅપ કરી તેમને આવશ્યક સ્વાસ્થ્ય સંબંધી સલાહ આપીને નિશુલ્ક દવાઓ પણ પ્રદાન કરી.
કાર્યક્રમમાં આવેલા નવા ભાઈ બહેનોને મિશનનુ આધ્યાત્મિક સાહિત્ય પણ મફતમાં વહેંચવામાં આવ્યું. આના સિવાય મિશનમાં આ નવા આશ્રમમાં ઓનલાઈન ઝૂમ સત્સંગને પણ લાઈવ કરવામાં આવ્યો જેથી તે ભાઈ બહેનોને પણ સત્સંગમાં ફાયદો મળી શકે જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી થઈ શક્યા.
અંતમાં બધા લોકોને ધ્યાન અભ્યાસની બેઠક પર બેસાડવામાં આવ્યા જેના પછી સમસ્ત સંગતમાં લંગરનું વિતરણ કરવામાં આવ્યું.
સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ, એકતા તથા શાંતિનો સંદેશો પ્રસારિત કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે તેમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સન્માનની સાથે સાથે પાંચ ડોક્ટરેટની પદવી ઓ થી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
સાવન કૃપાલ રુહાની મિશન ના સંપૂર્ણ વિશ્વમાં લગભગ 3200 થી વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશન નું સાહિત્ય વિશ્વની 55 થી વધારે ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. આનું મુખ્યાલય વિજયનગર દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખીયાલય નેપરવિલે અમેરિકામાં સ્થિત છે.
સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com