નિસાન મોટર ઇન્ડિયાએ ‘નિસાન લિટલ ચેમ્પ્સ’ સાથે બાળ દિવસ ઉજવ્યો

નિસાન મોટર ઇન્ડિયાએ ‘નિસાન લિટલ ચેમ્પ્સ’ સાથે બાળ દિવસ ઉજવ્યો
10 થી 15 વર્ષના બાળકોને મળ્યો ઈમર્શિવ અને હેન્ડ્સ-ઓન અનુભવ.
ભારતમાં નિસાન સર્વિસ સેન્ટર્સ પર નિસાનના હાલના ગ્રાહકો માટે ઉત્તમ આયોજન.
દેશભરમાં 1,300 થી વધુ બાળકો હેન્ડ્સ-ઓન લર્નિંગ વર્કશોપમાં જોડાયા.
આ બાળ દિવસે ઉત્સુકતા, સર્જનાત્મકતા અને સલામત શિક્ષણને પ્રોત્સાહન અપાયું

નવી દિલ્હી : બાળ દિવસના અવસરે નિસાન મોટર ઇન્ડિયાએ દેશભરમાં ‘નિસાન લિટલ ચેમ્પ્સ’ નામની અનોખી રાષ્ટ્રવ્યાપી પહેલનું આયોજન કર્યું. સમગ્ર ભારતમાં નિસાન સર્વિસ સેન્ટર્સ પર આ આંતરક્રિયાત્મક, શૈક્ષણિક અને મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હાલના નિસાન ગ્રાહકોના બાળકો જોડાયા અને તેમને ઓટોમોબાઇલની દુનિયા અંદરથી જોવા તેમજ કાર વિશે સરળ અને રસપ્રદ રીતે જાણવાની તક મળી.
આ આયોજનનો હેતુ ઉત્સુકતાને પ્રોત્સાહિત કરવાનો અને ઓટોમોટિવ જગત પ્રત્યે રસ ધરાવતી આગામી પેઢીને પ્રેરિત કરવાનો હતો. જેમાં દેશભરના નિસાન પરિવારના ૧૩૦૪ બાળકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને 10 થી 15 વર્ષના બાળકો માટે આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પહેલ અંગે નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સે જણાવ્યું હતું કે, “નિસાનમાં અમે બાળપણથી જ ઉત્સુકતા અને શીખવાની ભાવનાને પ્રોત્સાહન આપવામાં માનીએ છીએ. આ જ બાળકો ભવિષ્યનું નિર્માણ કરશે. અમારી વિવિધ ડીલરશિપ પર ‘નિસાન લિટલ ચેમ્પ્સ’ પહેલ ખાસ કરીને એ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ હતી, જેઓ કાર પ્રત્યે વિશેષ ઉત્સાહ ધરાવે છે. આ પહેલ દ્વારા તેમને અમારી શોરૂમ અને વર્કશોપ ટીમના માર્ગદર્શન હેઠળ સલામત અને હેન્ડ્સ-ઓન અનુભવ સાથે નિસાન કારોની દુનિયા નજીકથી જોવાનો મોકો મળ્યો. બાળ દિવસ ઉજવવા અને બાળકો માટે તેને ખાસ બનાવવા માટે અમે આ રીત અપનાવી. આથી આનંદ સાથે અનુભવ આધારિત શિક્ષણ મળે છે અને નિસાન પરિવારો સાથેનું જોડાણ વધુ ગાઢ બન્યું.”
કાર્યક્રમની શરૂઆત સ્વાગત અને રજિસ્ટ્રેશન સત્રથી થઈ. ત્યારબાદ ત્રણ આંતરક્રિયાત્મક મોડ્યુલો હતા:
સેશન 1: ‘ડુ યુ નૉ?’(શું તમે જાણો છો) – કારના મૂળભૂત અંગે માહિતી
સરળ અને હેન્ડ્સ-ઓન લર્નિંગ સેગમેન્ટ, જેમાં બાળકોને કાર એન્જિન, બ્રેક અને ટાયર અંગે વિશુઅલ્સ દ્વારા ઉત્સુકતા વધારવામાં આવી.
સેશન 2: ‘નો યોર નિસાન’ (આપનણી નિસાન ને જાણો)– બ્રાન્ડ સંબંધિત માહિતી
આમાં બાળકોને કાર સેફ્ટી ટૂલ્સ, નિસાનની ઇનોવેશન જર્ની અને બ્રાન્ડ વિશે ફન ફેક્ટ્સ દ્વારા નિસાનની વૈશ્વિક વારસો વિશે જાણકારી અપાઈ.
સેશન 3: ‘વોક અરાઉન્ડ’ – નિસાન સર્વિસ વર્લ્ડને જાણો
સર્વિસ વર્કશોપ અને નિસાન મેગ્નાઇટના ગાઇડેડ ટૂર દ્વારા બાળકોને ઓટોમોટિવ કન્સેપ્ટને રિયલ-લાઇફ ઓપરેશન્સ સાથે જોડવાનો મોકો મળ્યો, તેમજ સેફ્ટી અને ટીમવર્ક પર ભાર મૂકાયો.
કાર્યક્રમના અંતે સેલિબ્રેશન સેરેમની યોજાઈ જેમાં દરેક ભાગ લેનારા બાળકોને સર્ટિફિકેટ અને નિસાન-બ્રાન્ડેડ ગિફ્ટ આપવામાં આવ્યા. ડીલરશિપમાં સ્પેશિયલ ગ્રુપ ફોટો અને બાળકો તથા તેમના માતા-પિતાના વીડિયો મેસેજ પણ રેકોર્ડ કરવામાં આવ્યા જેમાં તેમના ખાસ પળો અને અહીં મળેલા અનુભવ વિશે વાત કરવામાં આવી.
આ કાર્યક્રમ નિસાનના ડીલરશિપ નેટવર્ક દ્વારા શક્ય બન્યો. દરેક સર્વિસ સેન્ટરે નજીકના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા લગભગ 20 બાળકોને આવકાર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતા-પિતા પણ બાળકો સાથે રહ્યા, જેથી અનુભવ સલામત અને યાદગાર બની રહ્યો. દેશભરમાં વંચિત વર્ગના બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણને આગળ વધારવા માટે નિસાન મોટર ઇન્ડિયા અસરકારક સીએસઆર કાર્યક્રમો દ્વારા સતત ઉત્તમ કાર્ય કરી રહી છે.
આ પ્રતિબદ્ધતા હેઠળ નિસાને સ્માઇલ ટ્રેન ઇન્ડિયા સાથે ભાગીદારી કરી હતી અને મે 2024 માં આ સહયોગ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પહેલ દ્વારા વર્ષ 2023 દરમિયાન સ્માઇલ ટ્રેનની પાર્ટનર હોસ્પિટલો દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના બાળકોની 290 નિ:શુલ્ક ક્લેફ્ટ સર્જરી કરીને તેમના જીવનમાં ખુશી લાવવામાં આવી.
2023 માં નિસાને નવી દિલ્હીમાં સરકારી શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન (મિડ-ડે મીલ) કાર્યક્રમને ટેકો આપવા માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો હતો. આ ભાગીદારી દ્વારા 30 શાળામાં 49,000 બાળકોને 50 લાખથી વધુ પૌષ્ટિક ભોજન પૂરાં પાડવામાં આવ્યા. આથી બાળકોના આરોગ્યમાં સુધારો, પોષક તત્વોની કમી દૂર કરવા અને શાળા ઉપસ્થિતિ તેમજ શૈક્ષણિક પ્રગતિમાં વધારો થયો.
આ તમામ પહેલો દ્વારા આરોગ્ય સેવા, પોષણ અને અનુભવજન્ય શિક્ષણ સુધી પહોંચ પૂરું પાડીને બાળકોને સશક્ત બનાવવા માટે નિસાનની પ્રતિબદ્ધતા દેખાય છે. આથી એવી પેઢી તૈયાર થઈ રહી છે જે મોટા સપનાં જોવા અને સામાન્ય ઉપલબ્ધિઓને નકારી (#DefyOrdinary) આગળ વધવા તૈયાર છે. આ વર્ષની ઉજવણીથી પણ સમાજ સાથે અર્થપૂર્ણ રીતે જોડાવાની અને અનુભવજન્ય શિક્ષણને પ્રોત્સાહિત કરવાની નિસાનની પ્રતિબદ્ધતા જોવા મળે છે, જે દરેક ક્ષણે સકારાત્મક બદલાવ લાવવાના બ્રાન્ડના ધ્યેય સાથે સુસંગત છે.
એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 5-સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ અને ચાઈલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 3-સ્ટાર રેટિંગ સાથે નવી નિસાન મેગ્નાઇટને સૌથી સુરક્ષિત B-SUV માં પસંદ કરવામાં આવી છે. બોલ્ડ ડિઝાઇન, 20 થી વધુ ફર્સ્ટ અને બેસ્ટ-ઇન-સેગમેન્ટ ફીચર્સ અને 55 થી વધુ સેફ્ટી ફીચર્સ સાથે મેગ્નાઇટ સતત કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં નવા ધોરણો સ્થાપિત કરી રહી છે.
‘મેડ ઇન ઇન્ડિયા’ નવી નિસાન મેગ્નાઇટ કંપનીની ‘વન કાર, વન વર્લ્ડ’ સ્ટ્રેટેજી અનુસાર તૈયાર કરવામાં આવી છે અને હાલમાં રાઇટ-હેન્ડ તથા લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ બજારો સહીત 65 થી વધુ દેશોમાં તેનો નિકાસ કરવામાં આવે છે. આ આંકડો વૈશ્વિક સ્તરે ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા બતાવે છે. કંપની પોતાની નવી ગ્લોબલ C-SUV—નિસાન ટેક્ટોન—ની લોન્ચિંગની પણ તૈયારીઓ કરી રહી છે. તેને આવતા વર્ષે ભારતમાં રજૂ કરાશે અને અહીંથી પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવશે.



