સ્પોર્ટ્સ

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ

ત્રીજા દિવસની રમત સમાપ્ત, ભારતનો સ્કોર 40/0;

 

 

.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. મેચના ત્રણ દાવ ત્રણ દિવસમાં પૂરા થયા અને મેચની છેલ્લી ઇનિંગ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 40 રન બનાવી લીધા છે. ચોથા દિવસે ભારતે જીતવા માટે વધુ 152 રન બનાવવાના છે. ભારતના હાથમાં 10 વિકેટ છે.ઈંગ્લેન્ડના 353 રનની સામે ભારતનો પ્રથમ દાવ ત્રીજા દિવસે 307 રનમાં સમેટાઈ ગયો હતો. આ પછી, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવી ત્યારે તે 145 રન બનાવીને પડી ભાંગી હતી. આ રીતે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે, કારણ કે ઈંગ્લેન્ડને પણ પ્રથમ દાવના આધારે 46 રનની લીડ મળી છે. ભારતે શાનદાર શરૂઆત કરી છે. રોહિત શર્મા 24 રન અને યશસ્વી જયસ્વાલે 16 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડ માટે અહીંથી જીતવું મુશ્કેલ હશે.આ મેચની વાત કરીએ તો ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે બેટિંગ શરૂ કરી અને પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા. જો રૂટે જોરદાર સદી ફટકારી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4, આકાશ દીપને 3 અને મોહમ્મદ સિરાજને બે વિકેટ મળી હતી. આ પછી, જ્યારે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે તે 307 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. ભારત તરફથી ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે પાંચ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડનો બીજો દાવ 145 રનમાં સમેટાઈ ગયો હતો. અશ્વિને આ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી.0000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button