સ્પોર્ટ્સ
359 રનનો પીછો કરતી વખતે ભારતની વિસ્ફોટક શરૂઆત, લંચ બ્રેક સુધી સ્કોર 81/

359 રનનો પીછો કરતી વખતે ભારતની વિસ્ફોટક શરૂઆત, લંચ બ્રેક સુધી સ્કોર 81/1
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 359 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતને પહેલો ફટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો, જે 8 રન બનાવીને મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો. લંચ બ્રેક સુધી ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાને 81 રન છે. ભારત જીતથી 278 રન દૂર છે. યશસ્વી જયસ્વાલ 46 રન અને શુભમન ગિલ 22 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ભારતે 16.4 ઓવરમાં 57 રન ખર્ચ્યા હતા અને ન્યૂઝીલેન્ડની 5 વિકેટ લીધી હતી અને