ગુજરાત

ઇનર વ્હીલ ક્લબ સિધ્ધપુર દ્વારા એક પેડ વિશિષ્ટ વ્યક્તિને નામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

ઇનર વ્હીલ ક્લબ સિધ્ધપુર દ્વારા એક પેડ વિશિષ્ટ વ્યક્તિને નામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા


આજના યુગમાં પર્યાવરણ સંરક્ષણનું મહત્વ વધુ ને વધુ વ્યાપક બન્યું છે. વૃક્ષો જીવનનો આધાર છે અને તેના સંદર્ભમાં ઇનર વ્હીલ ક્લબ સિધ્ધપુર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. એક પેડ વિશિષ્ટ વ્યક્તિના નામે વૃક્ષારોપણનો કાર્યક્રમ સિધ્ધપુર પાંજરાપોળ ખાતે આયોજિત કરવામાં આવ્યો, જેમાં આપણા માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતજી તેમજ રાજ્ય સભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યાજી સહિત અન્ય ગૃહસ્થો ઉપસ્થિત રહ્યા.
“સર્વપ્રથમ ઇનર વ્હીલ ક્લબ સિધ્ધપુરના હોદ્દેદારો જોસનાબેન પંચાલ, જૈમીનીબેન ઠાકર અને મીતાબેન શાહ દ્વારા સૌનુ હાર્દિક સ્વાગત કરી જણાવવામાં આવ્યું કે આજે આપણે પર્યાવરણના સંરક્ષણ અને સમાજના કલ્યાણ માટે એક નાનું પરંતુ મહત્વપૂર્ણ પગલું ભરીશું.”
આપણા માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતજી તેમજ દિલીપભાઈ પંડ્યાજીના હસ્તે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળ બનાવીએ છીએ. આ પ્રસંગે અમે વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનમા વૃક્ષો રોપવાનું નક્કી કર્યું છે, જેથી તેમના પર્યાવરણ પ્રત્યેના યોગદાનને યાદ કરી શકાય.”
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ઉદબોધન પ્રવચનમાં જણાવ્યું કે, ઇનર વ્હીલ ક્લબની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. વૃક્ષો માત્ર પર્યાવરણ જ નહીં, પણ આપણી સંસ્કૃતિ અને સમૃદ્ધિનો પાયો છે. આવા કાર્યક્રમો દ્વારા આપણે ભાવિ પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ ઊભું કરી શકીએ છીએ.”

રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. વૃક્ષારોપણ એ ફક્ત એક પ્રતીકાત્મક કાર્ય નથી, પરંતુ તે આપણી જવાબદારીની યાદ અપાવે છે. હું ઇનર વ્હીલ ક્લબનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે આવો સરસ પ્રસંગ ઊભો કર્યો.
આ પ્રસંગે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નામે મહાનુભવો , દાતાઓ અને અતિથિઓના નામે વિવિધ પ્રકારના વૃક્ષો રોપણ કરવામાં આવ્યા
ઇનર વ્હીલ ક્લબ તરફથી જણાવવામાં આવ્યું કે “આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને બલવંતસિંહ રાજપુતજી અને દિલીપભાઈ પંડ્યાજીની ઉપસ્થિતિ આપણા માટે ગૌરવની બાબત છે.આવા સમાજોપયોગી કાર્યોમાં આપ સૌનો સાથ મળતો રહે તેવી આશા સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે મુકેશભાઈ શાહ, પ્રફુલભાઈ મહેતા, અનિતાબેન પટેલ, મુકેશભાઈ ચૌધરી, શંભુભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, પ્રવીણભાઈ ચૌધરી વિગેરે અતિથિ ઉપસ્થિત રહ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button