શું ચન્દ્ર પર જમીન ખરીદવી શક્ય છે?
શું ચન્દ્ર પર જમીન ખરીદવી શક્ય છે?
ગુજરાત ભાજપમાં જૂથબંધી હવે બહાર આવી રઈ છે ભાજપના ટોચના નેતાઓ વચ્ચે ક્યાંય મનમેળ નથી.રાજકોટના એક કાર્યકરે કવિતા લખી પોતાના પક્ષની બુરાઈઓ લખી છે પોતાની ગલીના પ્રશ્નો પણ ઉકેલી ના શકે એ ટોચના હોદ્દાઓ પર બિરાજમાન છે.
ગુજરાતમા વિરોધપક્ષ જેવું કઈ છે જ નહી આપના મોટા ભાગના નેતાઓ બીજેપીમા ચૂંટણી પહેલા જોડાઈ શકે છે કોંગ્રેસના શક્તિસિંહનો પનો ટૂંકો પડી રહ્યો છે પરંતુ ભાજપીઓ જ ભાજપનો પાયો કાચો કરી રહ્યા છે નબળી નેતાગીરીને કારણે ગુજરાતમા ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ગૃહપ્રધાન કામ કરે છે પણ. દેખાતું નથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ રોજેરોજ પકડાઈ રહ્યું છે
ભજપીઓ ચન્દ્રયાન માટે હવામા ઊડી રહ્યા છે ગુજરાતમા ચન્દ્રયાનના નામે ગુનેગારો ગુના આચરી રહ્યા છે સુરતના મિતુલ ત્રિવેદી સામે એફ આઈ આર નોંધવામા આવી છે..
એક અહેવાલ પ્રમાણે ચન્દ્ર પર જમીનના નામે ચાર પાંચ વ્યક્તિઓના ખાતા સાફ થઈ ગયા છે ગુજરાતમા ગુનેગારોને મોકળું મેદાન છે સરકાર અને સંગઠનમાં જામી ગયેલા નેતાઓનું ક્શું ઉપજતું નથી
ચન્દ્ર ચમકતો ગ્રહ છે ગુજરાતમા બધું બરાબર નથી અને નેતાઓ ચંદ્રની ચિંતા કરે છે ચન્દ્રના વાઈબ્રેશન.પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો પૃથ્વી પર થાય છે પ્રકૃતિનું બેલેન્સ ગજબનાક છે ચંદ્રનું મહત્વ ઘણું છે તેથી તેને મહાદેવની જટામા સ્થાન અપાયું છે ઘણા ભારતીયો ચંદ્રના માલિક બનવા નીકળ્યા છે અમુક લેભાગુંઓ ચંદ્રના માલિક બનવા નીકળ્યા છે ચન્દ્ર પર જમીન વેચી રોકડી કરી રહ્યા છે જોવાનું એ છે કે મગજ વગરના લોકો આમાં ઉલ્લુ બની રહ્યા છે ચન્દ્ર પર જમીન લઈ મીડિયામાં ચમકી રહ્યા છે
વેચનાર તો મંગળ સૂર્ય શુક્ર ગુરુ અને બ્રહ્માડ પણ કાલે ઉઠીને વેચવા કાઢશે. આવા લેભાગુઓ લોકોને ખુલ્લેઆમ લોકોને છેતરી રહ્યા છે મીડિયા પણ ચન્દ્ર પર જમીન ખરીદનારને બિરદાવી રહ્યા છે કોઈને સચ્ચાઈ સુધી પહોંચવામા રસ જ નથી.ચંદ્ર પર જમીન ખરીદીની વાત સાંભળી એલિયન પણ માણસ પર હસતા હશે.માનવ જાત પોતાને બુદ્ધિસાળી ગણે છે પણ ચંદાને મામાં બનાવી ગીતો ગાનારા ખુદ મામાં બની રહ્યા છે
ગુજરાતમા કહી શકાય કૌભાંડ વગરની જમીન અને જમીન કૌભાંડ વગરના નેતા શોધવા મુશ્કેલ છે પૃથ્વીની પથારી ફેરવ્યા પછી ચંદ્રના નામે વેપાર કરી રહ્યા છે કોઈ સમજીને વિચારતું જ નથી.