શિક્ષા

AM/NS Indiaએ કવાસની સરકારી પ્રાથમિક શાળામાં AI સંચાલિત ડિજિટલ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું

હજીરા – સુરત, ઑક્ટોબર 11, 2024: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ ગુરુવારે તેના CSR પ્રોજેક્ટ “ડિજિટલ પાઠશાળા” ના ભાગરૂપે કવાસ ગામની સરકારી પ્રાથમિક શાળામાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સંચાલિત ડિજિટલ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ક્લાસરૂમનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત શિક્ષણ વાતાવરણમાં આધુનિક ટેકનોલોજીને સાંકળી વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ સુલભ અને આકર્ષક બનાવીને ગ્રામીણ શિક્ષણમાં ડિજિટલ વિભાજનને દૂર કરવાનો છે.

ઉદ્ઘાટન કાર્યક્રમ તૃપ્તિબેન પટેલ, પ્રમુખ, તાલુકા પંચાયત, ચોર્યાસીની આગેવાની હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે ડૉ. અનિલ મટુ, હેડ – કોર્પોરેટ અફેર્સ, હજીરા, AM/NS India, અર્ચના ધામેલિયા, તાલુકા શિક્ષણાધિકારી, તાલુકા પંચાયત કચેરી, નિલેશ તડવી, સભ્ય, તાલુકા પંચાયત, લતા પટેલ, સભ્ય, તાલુકા પંચાયત, જ્યોતિબેન રાઠોડ, સરપંચ, કવાસ ગામ, મનોજ પટેલ, ડેપ્યુટી સરપંચ, કવાસ ગામ, પરેશ ટંડેલ, બ્લોક રિસોર્સ કો.ઓર્ડિનેટર, ચોર્યાસી અને તેજલ પટેલ, આચાર્ય, કવાસ પ્રાઈમરી સ્કૂલ, શાળાનો સ્ટાફ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડો. અનિલ મટુ, હેડ – કોર્પોરેટ અફેર્સ, હજીરા, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “કવાસ ખાતેનો આ AI-સંચાલિત ક્લાસરૂમ, હજીરા વિસ્તારના વિદ્યાર્થીઓને ડિજિટલ સંસાધનો અને નવીન શિક્ષણ પદ્ધતિઓની ઍક્સેસ પ્રદાન કરીને ઝડપથી વિકસિત ડિજિટલ વિશ્વ માટે તૈયાર કરવા તરફ એક મોટું પગલું છે. અમે તેમને યોગ્ય સાધનો વડે સશક્ત કરીને તેમના શૈક્ષણિક અનુભવ અને ભાવિ રોજગાર ક્ષમતાને વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ પહેલ સ્થાનિક સમુદાયની ઉન્નતિ માટેની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.”

આ ઉદ્ઘાટન સમારોહમાં ક્લાસરૂમની ડિજિટલ ક્ષમતાઓનું જીવંત પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓ અને હાજર આગેવાનોએ નવા સાધનોની માહિતી મેળવી હતી અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ સત્રમાં ભાગ લીધો હતો. સ્થાનિક સમુદાયના આગેવાનો અને વિદ્યાર્થીઓના માતા-પિતાએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી. આ સુવિધાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવામાં અને ડિજિટલ સંસાધનોની પહોંચ સાથે આગળ વધવામાં ઘણી મદદ મળશે.

પ્રોજેક્ટ “ડિજિટલ પાઠશાળા”ના ભાગરૂપે, AM/NS Indiaએ અત્યાર સુધીમાં સુરતની 23 સરકારી પ્રાથમિક શાળાઓને ડિજિટલ ક્લાસરૂમથી સુસજ્જિત કરી છે. ડિજિટલ ક્લાસરૂમ વધુ ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક વાતાવરણ
બનાવવા માટે અદ્યતન ટેકનોલોજી, આધુનિક શિક્ષણ ઉપકરણો અને AI-સંચાલિત સાધનોથી સજ્જ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button