ભવાડી ગામ ના ખેડુત જયેશ ભાઈ મોકાશી એ ડાંગર રોપણી ના કામ મા જોતરાયા
ડાંગ જિલ્લાના ભવાડી ગામના ખેડુત પ્રગતિ શિલ ખેડુત શ્રી જયેશ ભાઈ કાળુ ભાઈ મોકાશી એ પ્રાકૃતિક ખેતી પધ્ધતી અપનાવી ખેતીનો શંદેશ આપ્યો
Dang News: દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયેલ ડાંગ જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ બન્યા છે. પોતાની મહેનત, ધગશ તથા સર્વજન હિતાયના વિચારબીજ થકી પ્રાકૃતિક ખેતી કરતા કિસાન વિવિધ પ્રકારની ખેતી કરીને ઉચ્ચ ગુણવત્તાયુકત ઉત્પાદન સાથે રાસાયણિક ખેતી કરતા વધુ નફો ધરાવી રહ્યા છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભવાડી ગામના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુત શ્રી જયેશ ભાઈ કાળુ ભાઈ મોકાશી, જેઓ સરકાર શ્રી ઓ દ્વારા તેમજ અન્ય સંસથાઓ દ્વારા એવોર્ડ અને પ્રમાણ પત્ર થી સન્માનિત થઈ ચુકેલ છે જેઓએક પ્રગતીશીલ ખેડુત તરીકે તેમણે પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવી અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
શ્રી જયેશ ભાઈ કાળુ ભાઈ મોકાશી એ જણાવ્યુ છે કે, ઝેરી દવાઓની આડઅસરથી બચવા તેમજ જમીન, પાણી, હવાને પ્રદુષણ મુક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીનો અભિગમ જરૂરી છે. (ભવાડી ગામના ખેડુત શ્રી. જયેશ ભાઈ કાળુ ભાઈ મોકાશી ગામ-ભવાડી તા.વઘઈ, જિ.ડાંગ, સંપર્ક મો.નંબર(૯૪૨૬૭૪૦૧૫૬)