ધર્મ દર્શન

રબારી સમાજ દ્વારા કુળદેવીના પ્રાગટ્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી.

રબારી સમાજ દ્વારા કુળદેવીના પ્રાગટ્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી.
શિનોર રબારીવાસ માઁ આવેલ ચામુંડા માતાના મંદિરે માઁ ચામુંડા ના પ્રાગટ્ય દિન ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
શિનોર રબારી વાસ માં આવેલ ચામુંડા માતાના મંદિરે સાંજે 7:00 કલાકે મહા આરતી પછી રબારીવાસ ના ભુવાજીઓના હસ્તે કેક કપાવવામાં આવી, આ પ્રસંગે ગામના મોભી આગેવાનો ગ્રામજનો અને માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા કિનારે આવેલ શિનોર ગામમાં અનેક મંદિરો આવેલ છે, દરેક મંદિરોનો અનેરો મહિમા છે. ગામના શ્રદ્ધાંળું ભક્તો દ્વારા દરેક સમાજ ના કુળદેવી ના મંદિર આવેલ હોય ભક્તિમય રીતે આરાધના કરતા હોય છે. ગઈ કાલે રબારી સમાજ દ્વારા કુળદેવી માઁ ચામુંડા ના પ્રાગત્ય દિન ની ઉજવણી ભારે શ્રદ્ધા ભક્તિ દ્વારા કરવામાં આવી હતી. રબારીવાસમાં જ આવેલ ચામુંડા માતા ના મંદિર ને ફુગ્ગા ઓથી સજાવવા મા આવ્યું હતું. સાંજે 7 વાગે મંદિરે માતાજી ની મહા આરતી કરવામાં આવી હતી. જેમાં રબારી સમાજ ના તમામ નાના થી મોટાઓ યુવાનો માતાઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને માતા ના પ્રાગટ્ય દિનની ઉજવણી માઁ સહભાગી થયા હતા. આરતી બાદ યુવાનો દ્વારા માતાજી ના નામની કેક પણ લઇ ને આવ્યા હતા. આરતીબાદ રબારી સમાજ ના ભુવાજી લાલજી, જીતુભાઇ, હરેશભાઇ, દિનેશભાઇ અને મંદિર ના નારણભાઈ ભુવાજીઓ ના હસ્તે કેક કાપતા ફળીયા ની તમામ ગૃહિણીઓ દ્વારા માતાજી ના જન્મદિવસ નુ ગીત ગાઈ અને હેપી બર્થડે માતાજી થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ રબારી વાસ મા મહા પ્રસાદી નુ પણ આયોજન કરેલ હોય મહા પ્રસાદી આરોગી ધન્યતા અનુભવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button