વલસાડ અને પારડીના કરાટે સ્ટુડન્ટ્સે કાટા અને કુમિટે ઈવેન્ટમાં ૧૭ મેડલ મેળવ્યા
વલસાડ અને પારડીના કરાટે સ્ટુડન્ટ્સે કાટા અને કુમિટે ઈવેન્ટમાં ૧૭ મેડલ મેળવ્યા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, ધરમપુર ખાતે તા. ૦૮ ડિસેમ્બરના રોજ આર્મર માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશનના ફાઉન્ડર ક્યોસી મનોજ પટેલ દ્વારા યોજાયેલ All India open karate championship 2024 માં સેન્સાઈ આકાશ પટેલના નેતૃત્વ હેઠળ તાલીમ પામેલા વલસાડની બાઈ આવા બાઈ હાઇસ્કુલના ૧૦ અને પારડી ધીરુભાઈ સત્સંગ હોલ કરાટે ક્લાસના ૦૭ જેટલા કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટમાં કાતા અને કુમિટે ઇવેન્ટમાં ૬ થી ૨૦ વર્ષની કેટેગરીમાં ચાર્મી પટેલ, અરહાન શૈખ, અયાન શૈખ, ટોફિક શૈખ, દિવ્યા પટેલ, પ્રાર્થવી પટેલ, ગ્રીવા પટેલ, યાર્વી પટેલ તમેજ કારુન્યા કૌશલ, વંશિકા શાહ, નક્ષ પટેલ, પ્રિયાંશ રોહિત, રુદ્ર પટેલ અને ધ્યેય પટેલ તેમજ ઓપન કેટેગરીમાં ધ્રુમિલ પટેલ, જયશિત પંચાલ, યશ સરોજ દ્વારા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ ટ્રોફી મેળવી મુખ્ય કોચ સેન્સાઇ આકાશ પટેલ, સાથી ટ્રેનર હેતસ્વી પટેલ અને કૃતિકા પટેલ તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.