કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ, કોબા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ‘માતૃભાષા મહોત્સવ

કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ, કોબા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ‘માતૃભાષા મહોત્સવ

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા નટ શિલ્પના સંયુક્ત ઉપક્રમે “માતૃભાષા સંવાદ”
મળી મને માતૃ ભાષા ગુજરાતી ‘અંતર્ગત માતૃભાષા મહોત્સવ–૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ માતૃભાષા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ગુજરાતી ભાષાના મહિમાને ઉજાગર કરવાનો હતો.
આ કાર્યક્રમ ફેબ્રુઆરી ૧૫, ૨૦૨૬ ના રોજ કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ, કોબા, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. દર્શનબહેન પટેલ, શ્રી દિલીપસિંહ ચૌહાણ તથા શ્રી સલિલભાઈ મહેતા દ્વારા માતૃભાષાની મહત્તા અંગે
પોતાના વિચારો / વક્તવ્યો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાનો વીડિયો સંદેશ પણ પ્રસ્તુત કરાયો હતો
મહોત્સવમાં અતિથિ સુશ્રી પૂર્વીબેન ટ્રસ્ટીશ્રી તરીકે શ્રી મુખ્ય અતિથિ વિશેષ શ્રી સલીલભાઈ મહેતા (આચાર્ય) ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ફાલ્ગુની પ્રજાપતિ દ્વારા કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે કસ્તુરબા ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થી, ભાષાપ્રેમીઓ, સાહિત્યરસિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી માતૃભાષા અને ખાસ કરીને ગુજરાતી ભાષાના ગૌરવ પ્રત્યે તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.



