ખેલ મહાકુંભ–2025: અમદાવાદના બાળ ખેલાડીઓનો દબદબો, અંડર-11માં છોકરા–છોકરીઓ બંને ચેમ્પિયન

ખેલ મહાકુંભ–2025: અમદાવાદના બાળ ખેલાડીઓનો દબદબો, અંડર-11માં છોકરા–છોકરીઓ બંને ચેમ્પિયન
અમદાવાદ: ખેલ મહાકુંભ–2025 અંતર્ગત તારીખ 4 જાન્યુઆરી 2026 થી 10 જાન્યુઆરી 2026 દરમિયાન નારણપુરા, અમદાવાદ સ્થિત GSC બેંક ખાતે અંડર-11 ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના સહયોગથી યોજાઈ હતી.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાંથી પસંદ કરાયેલા બે-બે શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઉત્કૃષ્ટ રમતમાં અમદાવાદના ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરી અંડર-11 છોકરાઓ તથા છોકરીઓ બંને કેટેગરીમાં ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
અંડર-11 છોકરાઓમાં અંતિમ સ્થાન:
1. ધ્યાન પટેલ (અમદાવાદ) – 7 પોઈન્ટ
2. પ્રિયાંશ જરીવાલા (ભરૂચ) – 6 પોઈન્ટ
3. મંશ ઉકાણી (બરોડા) – 5.5 પોઈન્ટ
4. શ્યારા નિહંત – 5.5 પોઈન્ટ
5. અંશ અગ્રવાલ (સુરત) – 5.5 પોઈન્ટ
અંડર-11 છોકરીઓમાં અંતિમ સ્થાન:
1. આશ્વી સિંહ (અમદાવાદ) – 7 પોઈન્ટ
2. રાયના પટેલ (અમદાવાદ) – 6 પોઈન્ટ
3. મિશિકા કાપડિયા (ભાવનગર) – 6 પોઈન્ટ
4. મિશિકા અગ્રવાલ (સુરત) – 5.5 પોઈન્ટ
5. યાહવી કોઠારી (સુરત) – 5.5 પોઈન્ટ
ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે રહેવા તથા ભોજનની સુવિધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પૂરી પાડવામાં આવી હતી. વિજેતાઓને શ્રી મનોજભાઈ (જનરલ મેનેજર, GSC બેંક) દ્વારા મેડલ એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ ટુર્નામેન્ટ દ્વારા ગુજરાતના ઉદયમાન બાળ ચેસ ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળી હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.



