વ્યાપાર

લેન્કસેસ ઈન્ડિયાને ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલ દ્વારા બેસ્ટ નાઈસર ગ્લોબ યુઝર કંપની તરીકે પુરસ્કાર

લેન્કસેસ ઈન્ડિયાને ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલ દ્વારા બેસ્ટ નાઈસર ગ્લોબ યુઝર કંપની તરીકે પુરસ્કાર

 

મુંબઈ, 1 ઓક્ટોબર, 2024– સ્પેશિયાલ્ટી કેમિકલ્સ કંપની લેન્ક્સેસ ઈન્ડિયાએ ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત ‘બેસ્ટ નાઈસર ગ્લોબ યુઝર કંપની એવોર્ડ’ જીત્યો છે. આ સન્માન લેન્ક્સેસ ઈન્ડિયાની ‘એમ્પાવર્ડ ડ્રાઈવર’ પહેલ થકી અમલ કરાતી પરિવહન સુરક્ષા અને સક્ષમતા પ્રત્યે અનન્ય કટિબદ્ધતાને બિરદાવે છે.

 

આ એવોર્ડ 20મી સપ્ટેમ્બર, 2024ના રોજ મુંબઈમાં આઈસીસી દ્વારા આયોજિત 59મા એન્યુઅલ એવોર્ડસ એનાયત સમારંભ દરમિયાન લેન્ક્સેસ ઈન્ડિયાને એનાયત કરાયા હતો. આ સમયે રસાયણ ઉદ્યોગના વિવિધ માનવંતા ઉદ્યોગના આગેવાનો એકત્ર આવ્યા હતા.

 

લેન્કસેસ ઈન્ડિયા ઉદ્યોગમાં સુરક્ષાની સંસ્કૃતિ અને સક્ષમ વ્યવહારોને પ્રમોટ કરવામાં આગેવાન રહી છે. ટ્રાન્સપોર્ટ ડિસ્ટ્રિબ્યુશન સેફ્ટી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ ઈનિશિયેટિવ, નાઈસર ગ્લોબની સંસ્થાપક સભ્ય તરીકે લેન્ક્સેસે સુરક્ષિત અને સંરક્ષિત પરિવહન માટે વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત ધોરણો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ સ્થાપિત કરવા માટે અન્ય રસાયણ કંપની સાથે જોડાણ કર્યું છે.

 

લેન્ક્સેસ ઈન્ડિયાની ‘એમ્પાવર્ડ ડ્રાઈવર’ પહેલ ડ્રાઈવરોની સુરક્ષા અને સુખાકારી સશક્ત બનાવવા અને સુધારવા માટે કેન્દ્રિત છે. આ પહેલ હેઠળ ડ્રાઈવરોને સલાહસેવા, વ્યાપક તાલીમ, નિયમિત તબીબી તપાસ જેવો મહત્ત્વપૂર્ણ ટેકો પૂરો પાડવામાં આવે છે અને તેમની સુરક્ષાની કામગીરી માટે પુરસ્કૃત પણ કરવામાં આવે છે.

 

લેન્ક્સેસ ઈન્ડિયાના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નમિતેશ રોય ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો તે સન્માનજનક છે. લેન્ક્સેસ ઈન્ડિયામાં અમે અમારા કર્મચારીઓ, સમુદાય અને પર્યાવરણની સુરક્ષા અને સુખાકારીને હંમેશાં અગ્રતા આપી છે. અમારી પહેલો, જેમ કે, એમ્પાવર્ડ ડ્રાઈવર પ્રોગ્રામ અને નાઈસર ગ્લોબ સાતે જોડાણ પરિવહન સુરક્ષા બહેતર બનાવવા અને જવાબદારી તથા સંભાળની સંસ્કૃતિ કેળવવા માટે અમારી સમર્પિતતા દર્શાવે છે. આ પુરસ્કાર અમને અમારી સર્વ કામગીરીમાં ઉત્કૃષ્ટતા માટે ભાર આપવાનું ચાલુ રાખવા અને રસાયણ ઉદ્યોગની વૃદ્ધિ તથા વિકાસમાં હકારાત્મક યોગદાન આપવા પ્રોત્સાહન આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button