લેન્ક્સેસ ઈન્ડિયાને ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા ત્રણ પ્રતિષ્ઠિત સન્માનથી સન્માનિત

લેન્ક્સેસ ઈન્ડિયાને ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા ત્રણ પ્રતિષ્ઠિત સન્માનથી સન્માનિત
એક્સલન્સ ઈન મેનેજમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી.
બેસ્ટ કોમ્પ્લાયન્ટ કંપની ફોર સિક્યુરિટી કોડ અંડર રિસ્પોન્સિબલ કેર.
બેસ્ટ કોમ્પ્લાયન્ટ કંપની ફોર પ્રોડક્ટ સેફ્ટી એન્ડ સ્ટુઅર્ડશિપ કોડ અંડર રિસ્પોન્સિબલ કેર.
ભારત : લેન્ક્સેસ ઈન્ડિયાએ ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલ (આઈસીસી) તરફથી ત્રણ પ્રતિષ્ઠિત ઉદ્યોગ સન્માન જીત્યાં છે, જેમાં ઝગડિયા સાઈટ માટે આઈસીસી- વિનતી ઓર્ગેનિક્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન મેનેજમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી અને બે આઈસીસી- એપ્સિલોન કાર્બન સર્ટિફિકેટ્સ ઓફ મેરિટુંડર રિસ્પોન્સિબલ કેર ફોર બેસ્ટ કોમ્પ્લાયન્ટ કંપની ફોર ‘સિક્યુરિટી કોડ’ અને ‘પ્રોડક્ટ સેફ્ટી એન્ડ સ્ટુઅર્ડશિપ કોડ’નો સમાવેશ થાય છે. આ સન્માન સુરક્ષા, સલામતી, સક્ષમતા અને જવાબદાર વ્યવહારો પ્રત્યે લેન્કસેસની મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે.
આ એવોર્ડ લેન્ક્સેસને આ મહિનામાં મુંબઈમાં આયોજિત સમારંભમાં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના જોઈન્ટ સેક્રેટરી આઈઆરએસ અધિકારી શ્રી દીપાંકર આરોનને હસ્તે અપાયો હતો.
લેન્ક્સેસ ઈન્ડિયાના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નમિતેશ રોય ચૌધરી અને પીટીએસઈના હોલટાઈમ ડાયરેક્ટર અને હેડ બાલારામ ખોતે સંસ્થા વતી પ્રાપ્ત કર્યો હતો.
લેન્ક્સેસ ઈન્ડિયાના ઝગડિયાના પ્રોક્યોરમેન્ટ એન્ડ લોજિસ્ટિક્સના હેડ- વીપી રાજીવ ગૌર તેમ જ સ્વાસ્થ્ય, સુરક્ષા, પર્યાવરણની સાઈટના હેડ નરેશ મુડે દ્વારા બે સર્ટિફિકેટ્સ ઓફ મેરિટ પ્રાપ્ત કરાયાં હતાં.
આ સિદ્ધિ પર બોલતાં રોય ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘‘લેન્ક્સેસમાં સેફ્ટી અને સસ્ટેનેબિલિટી અમારા વેપારના હાર્દમાં છે. આ સન્માન અમે જાળવીએ તે સઘન સુરક્ષાનાં ધોરણો અને અમારા કર્મચારીઓ તથા કામગીરીઓમાં સુરક્ષાની ખાતરી રાખવા પાલન કરીએ તે જવાબદાર વ્યવહારોનો દાખલો છે. પ્રોડક્ટ વિકાસ અને ઉત્પાદનથી ઉપયોગ અને નિકાલ સુધી અમે પ્રોડક્ટના જીવનચક્રમાં જોખમો ઓછામાં ઓછું કરવા અને સુરક્ષા મહત્તમ કરવા માટે કટિબદ્ધ છીએ. અમે આ સન્માનો માટે ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલના આભારી છીએ.’’