“સહકાર રમતોત્સવ ૨૦૨૩-૨૪”નો પ્રારંભ કરાવતા જીએસસી બેંકના ચેરમેનશ્રી અજયભાઇ પટેલ

- “સહકાર રમતોત્સવ ૨૦૨૩-૨૪”નો પ્રારંભ કરાવતા જીએસસી બેંકના ચેરમેનશ્રી અજયભાઇ પટેલ
- ગુજરાતની શહેરી તથા જિલ્લા સહકારી બેંકોના કર્મચારીઓ, પ્રતિનીધીઓ આ સહકાર રમતોત્સવમાં જોડાયા
- સતત પાંચ વર્ષથી સહકાર રમતોત્સવ યોજવામાં આવી રહ્યો છે.
રાજયભરમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક- GSC બેંક, અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક -ADC બેંક તથા ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશન- યુબીએફ દ્વારા દર વર્ષેની જેમ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ -સહકાર રમતોત્સવ 2023-24 નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેનશ્રી અજયભાઇ પટેલે કરાવ્યો હતો. આ એક મહિનો ચાલનારા રમતોત્સવમાં કબડ્ડી, ચેસ, કેરમ, ક્રિકેટ તથા ટેબલ ટેનિસ રમતોની સ્પર્ધા યોજાશે, જેમાં આ વખતે બેડમિગ્ટનનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતની શહેરી તથા જિલ્લા સહકારી બેંકોના કર્મચારી પ્રતિનીધીઓ આ સહકાર રમતોત્સવમાં જોડાય છે, જેને પગલે આ “સહકાર રમતોત્સવ” એ એક મોટો રમતોત્સવ બની ગયો છે. જેમાં રાજયભરની તમામ બેંકોના સ્ટાફ મેમ્બર્સ વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ્સ સ્પર્ધાઓમાં ભાગ લેશે. ડિસેમ્બરની ત્રીજી તારીખથી આ સહકાર રમતોત્સવ ખુલ્લો મુકાયો છે. જે એક મહિના જેટલો સમય ચાલશે.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક-જીએસસી બેંકના ચેરમેનશ્રી અજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, સહકાર રમતોત્સવ થકી કો-ઓપરેટીવ થી કો-ઓપરેટીવ બેંકો પણ એકબીજાની નજીક આવે એકબીજા સાથે જોડાઇ માર્ગદર્શન લે અને હવે પાંચમાં રમતોત્સવમાં 214 માંથી 47 બેંકો ભાગ લઈ રહી છે. જે પ્રકારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું માનવું છે કે, સાંસ્કૃતિક કાર્ય કે રમતોત્સવ થકી આખું વાતાવરણ સ્ટ્રેસ લેસ અને એકબીજાની સાથે જોડતું બને છે, તેમ અહીં રમતમાં કઇ ટીમ રમી રહી છે કે હારવા, જીતવા કરતાં આપણે રમતમાં ભાગ લીધો, રમ્યા તેનું મહત્વ છે તેવા સ્પીરીટથી આપણે રમીએ અને વધુને વધુ સારૂ પરર્ફોમન્સ આપતા રહીએ.
જીએસસી બેંકના ચેરમેનશ્રી અજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણા કો-ઓપરેટીવનો બેઝિક સિદ્ધાંત છે કે સમાજને સાથે લઈને એકબીજા સાથે રાખીએ, જેમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે સૌનો સાથ, સૌનો વિકાસ એ રીતે એકબીજા સાથે રહીને એકબીજાની મદદરૂપ થઈએ એવી ટીમભાવના-સ્પીરીટથી રમીએ. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકે 214 અર્બન સહકારી બેંકો, 18 ડિસ્ટ્રિકટ સહકારી બેંકોને આરટીજીએસ, એનઈએફટી, સીટીએસ બધી મહત્વની સેવાઓ ફ્રીમાં આપી રહ્યું છે, હજુ વધુ સારી ટેકનોલોજી અને પ્રશિક્ષણ એજ્યુકેશન માટે આપણે બધાએ જોડાવાનું છે. તાલીમ માટે એક અઠવાડિયામાં એક કલાક તમારે સમયનો સદુપયોગ કરવાનો છે અને તે આપણા ઉત્થાન માટે એજ્યુકેશન પ્રોગ્રામ જીએસસી બેંક કરી રહી છે તેમાં તમે જોડાશો.
સહકાર રમતોત્સવના કોઓર્ડીનેટર પ્રિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ વખતે બેડમિંગ્ટન રમત પણ રમતોત્સવમાં નવા આકર્ષણ તરીકે ઉમેરવામાં આવી રહી છે અને સમગ્ર આયોજન ઉત્તરોત્તર ઉચ્ચ કક્ષાનું કરી રહ્યા છે, જેમ કે કબડ્ડીમાં પણ પ્રો કબડ્ડી લીગમાં જોવા મળે છે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સહકાર રમતોત્સવ ૨૦૨૪માં વિવિધ રમતમાં 4 ઝોન વાઇઝ મેચ રમાશે. જેમાં સાઉથ ઝોનની મેચ સુરતમાં, સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં, નોર્થ ઝોનની મેચ મહેસાણામાં, સેન્ટ્રલ ઝોનની અમદાવાદમાં તબક્કાવાર મેચ રમાશે. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે, જેમાં સાઉથ ઝોન રાજકોટ અને સૌરાષ્ટ્ર ઝોન રાજકોટની મેચનુ સમગ્ર આયોજન અર્બન બેંક ફેડરેશન કરશે. નોર્થ ઝોન મહેસાણા અને સેન્ટ્રલ ઝોન અમદાવાદની તમામ મેચોનું આયોજન ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક કરી રહી છે. તે જ રીતે સહકાર રમતોત્સવ ૨૦૨૪ની અન્ય રમતો કબડ્ડી, ટેબલ, ટેનિસ, ચેસ, બેડમિંગ્ટન અને કેરમની મેચના વિવિધ રાઉન્ડ યોજાશે.
છેલ્લા બે વર્ષના સહકાર રમતોત્સવ ની વાત કરીએ તો વર્ષ 2022-23 માં કુલ 1118 રમતવીરો અને વર્ષ 2023-24માં 1150 રમતવીરોએ ભાગ લીધો હતો, આ રમતવીરોમાં ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકો , અર્બન કો-ઓપરેટીવ બેંકો ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક ના કર્મચારીઓ નો સમાવેશ થાય છે. વર્ષ 2023- 24ના આ પાંચમા રમતોત્સવમાં વિવિધ રમતો માં જેમકે, ક્રિકેટ રમતમાં 47 બેંકોના કુલ 699 રમતવીરો, કબડ્ડી રમતમાં કુલ 11 બેંકોના 110 રમતવીરો, ચેસ રમતમાં 29 બેંકોના 118 ખેલાડીઓ ,કેરમ રમતમાં 28 બેંકોના 169 ખેલાડીઓ, ટેબલ ટેનિસમાં 14 બેંકોના 54 રમતવીરો એમ કુલ 1150 રમતમાં ભાગ લેશે, જેમાં 34 જેટલી મહિલાઓએ પણ ભાગ લેશે .
દર વર્ષે ડિસેમ્બરમાં GSC બેંક , ADC બેંક તથા ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશન એક સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરે છે. “સહકાર રમતોત્સવ” એ એક મોટો રમતોત્સવ છે અને ગુજરાતની તમામ શહેરી (અર્બન) તથા જિલ્લા સહકારી બેંકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ તમામ બેંકોના સ્ટાફ મેમ્બરો વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ્સની સ્પર્ધાઓમાં ભાગ લે છે. આ સહકાર રમતોત્સવ એ GSC બેંક અને અર્બન બેંક ફેડરેશનની વર્ક-લાઇફ સંતુલનની ફિલસૂફીનું પ્રતિબિંબ છે અને આપણા જીવનમાં રમતગમતના મહત્વને પ્રદર્શિત કરે છે.