આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી ખાતે વર્ષ ૨૦૨૫-‘૨૬ના તાલુકા અને એ.ટી.વી.ટી. આયોજન અંગે બેઠક યોજાઈ

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી ખાતે વર્ષ ૨૦૨૫-‘૨૬ના તાલુકા અને એ.ટી.વી.ટી. આયોજન અંગે બેઠક યોજાઈ
માંડવી તાલુકામાં વિવિધ વિકાસકાર્યો માટે રૂ. ૩ કરોડના કામોનું આયોજન
આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયતના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૫-’૨૬ માટે તાલુકા અને એ.ટી.વી.ટી. આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં માંડવી તાલુકાના ગ્રામજનો, આદિજાતિ નાગરિકોના ઉત્થાન માટે કૃષિ, પશુપાલન, સિંચાઈ, ડેરી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, ગ્રામ વિકાસ, રોજગાર અને પોષણ સહિતના વિભાગો માટે કુલ રૂ. ૩.૦૦ કરોડના વિકાસકામોનું આયોજન ઘડવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૫-’૨૬ માટે ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ કુલ ગ્રાન્ટ રૂ.૧.૫૦ કરોડની છે જેમાં સામાન્ય સદર હેઠળ ૧.૧૧ કરોડ,TASP સદર હેઠળ ૩૪ લાખ, SCSP સદર હેઠળ ૨ લાખ અને ૫% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ કરવાના કામો, વિવેકાધીન જોગવાઈ હેઠળ ફાળવેલ ગ્રાંટના ૧૫%ની મહતમ મર્યાદામાં સી.સી.રોડ અને પેવર બ્લોકના કામોનું આયોજન કરાયું હતું. એ.ટી.વી.ટી સમિતિ હેઠળ મળનાર કુલ ગ્રાંટ રૂ.૧.૫૦ કરોડની છે, જેમાં સામાન્ય સદર હેઠળ ૭૮ લાખ, TASP સદર હેઠળ ૭૦ લાખ, SCSP સદર હેઠળના કામો, ૩૦ %ની મહતમ મર્યાદામાં સી.સી રોડના કામો અને ૧૫ %ની મર્યાદામાં પેવર બ્લોકના કામોનું આયોજન ઘડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ આયોજન સમિતિ અને એ.ટી.વી.ટી સભ્યોને યોજનાનો લાભ સમાનતાના ધોરણે મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે પ્રાથમિકતા રાખવા જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને વિકાસકાર્યો સમયબદ્ધ પૂર્ણ કરવા અને પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી કૌશિક જાદવ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, એ.ટી.વી.ટી રિસર્ચ ઓફિસર અંકિતાબેન સોલંકી, તા.પં.સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ નિરવ સોલંકી, અગ્રણી દિલિપ ચૌધરી, આયોજન સમિતિ અને એ.ટી.વી.ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.