શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર ઉજવાયેલ શાકોત્સવમાં ૮હજારથી વધુ ભક્તોએ લાભ લીધો.

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર ઉજવાયેલ શાકોત્સવમાં ૮હજારથી વધુ ભક્તોએ લાભ લીધો.

વડોદરા – ધોલેરાધામમાં બિરાજમાન મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રી મદનમોહનજી.
વડોદરા વાડી મંદિર સ્થિત શ્રી લક્ષ્મીનારાયણદેવના સાર્ધશતાબ્દી મહોત્સવના ઉપક્રમે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર વડોદરા ધ્વારા શાસ્ત્રીસ્વામી શ્રી શુકવલ્લભદાસજી સ્વામી પ્રેરિત તા.૨૧ ડીસેમ્બરને રવિવારના રોજ મણીનગર ગરબાગ્રાઉન્ડ માંજલપુર (વડોદરા) ખાતે દિવ્ય શાકોત્સવ ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
આ દિવ્ય શાકોત્સવમાં ૨૦ ઉપરાંત રાજકીય મહાનુભાવો ૫૦ થી વધુ N.R.I. ભક્તો, નગરસેવકો, સાંસદ, ધારાસભ્ય અને પદાધિકારીઓ સહિત વડતાલ સહીતના મંદિરોના ૪૦ જેટલા સંતો-પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા.
આ શાકોત્સવમાં ૪૦૦ ઉપરાંત સ્વયંસેવક ભાઈ બહેનો ખડે-પગે સેવા આપશે. આ સભામાં વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, કોર્પોરેટર તથા નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુરના શુકવલ્લભસદાજીએ ભગવાનશ્રી સ્વામિનારાયણે લોયાધામમાં ઉજવેલ દિવ્ય શાકોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી, વડોદરાવાડી મંદિરના કે.કે.શાસ્ત્રીસ્વામી, તરસાલી દેવનંદનદાસજી, પવનસ્વામી (કલાલી) ધોલેરા મંદિરના કોઠારી હરિકેશવ સ્વામી, શ્યામચરણસ્વામી (કારેલીબાગ) સંતસ્વામી હરિનગર, વેદાંતસ્વામી પારીખા, ગુણસાગરસ્વામી (વિરસદ) સહીત ૪૦ થી વધુ સંતો-પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સભાનું સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામી કર્યું હતું.
શાકોત્સવમાં વપરાયેલ વસ્તુઓની યાદી :
૭૦૦ કિલો રીંગણા.
૫૦૦ કિલો શાકભાજી.
૫૦૦ કિલો રોટલા.
૧૯૦૦ કિલો સીધું સમાન
શુદ્ધ ઘીમાં વઘારેલ સ્વાદિષ્ટ રીંગણાનું શાક.વઘારેલી કાજુ-ખીચડી, છાસ-કાઢી, પાપડ અને સલાડ.



