ધોળકા નગરપાલિકા દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિને ફ્રીડમ ડે કેર સેન્ટરના પ્રમુખ શ્રી ભાવિન પરમારને સન્માનિત કરવામાં આવ્યાં

ધોળકા નગરપાલિકા દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિને ફ્રીડમ ડે કેર સેન્ટરના પ્રમુખ શ્રી ભાવિન પરમારને સન્માનિત કરવામાં આવ્યાં
ધોળકા નગરપાલિકા ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધોળકા નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઇ મકવાણા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી કરવામાં આવી હતી. આ નિમિત્તે ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા શહેરની પાંચ સેવાભાવી સંસ્થાનાં હોદ્દેદારોનું તેમની ઉમદા સેવાકીય પ્રવૃત્તિ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુ વે એજ્યુકેશલ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલીત ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાનાં પ્રમુખ શ્રી ભાવિન પરમારનું સન્માન ધોળકા નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઇ મકવાણા, ઉપપ્રમુખ હેતલબેન ધોળકિયા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિંજલબેન જોષી અને જતીનભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત શ્રેષ્ટ કામગીરી કરનાર ધોળકા નગરપાલિકાનાં ૧૧ કર્મચારીઓનું પણ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.