એન્ટરટેઇનમેન્ટ

પિતાના પ્રેમના અતૂટ બંધનને રજૂ કરે છે ફાટી ને?નું ગીત “પંખીડા”

પિતાના પ્રેમના અતૂટ બંધનને રજૂ કરે છે ફાટી ને?નું ગીત “પંખીડા”

કોમેડી, હોરર અને ચાર્ટ-ટોપિંગ ટ્રેક્સને લઇ ગુજરાતી સિનેમામાં ચર્ચા જગાવી દીધી છે, ત્યારે, ફાટી ને?ના મેકર્સે વધુ એક લાગણીઓથી ભરપૂર ગીત “પંખીડા” રિલીઝ કરી ફિલ્મના એક મજબૂત પાસાની પ્રસ્તુતિ કરી છે. “પંખીડા” એક એવી લિરિકલ સફર છે, જે ભાવનાત્મક લાગણીઓ અને હૃદયને સ્પર્શી જતી વાર્તાને બખૂબી રીતે રજૂ કરે છે.

હૃદયને સ્પર્શી જતુ આ ગીત એક પિતાના પ્રેમની અખૂટ શક્તિની સાથેસાથે પોતાની દીકરીની નજીક રહેવાના તેના અથાક પ્રયાસોને રજૂ કરે છે. તેના લાગણીસભર શબ્દો અને આત્માને ઝંઝોળી દેતી ધૂનના માધ્યમથી “પંખીડા”, માતાપિતાના નિઃસ્વાર્થ પ્રેમમાં રહેલા ત્યાગ અને અતૂટ સમર્પણને ખૂબ જ સુંદર રીતે દ્રશ્યોના માધ્યમથી રજૂ કરે છે.
આ લિરિકલ વિડીયો તલ્લીન કરી દેતો અનુભવ પૂરો પાડી હૃદયને સ્પર્શી જતા શબ્દો અને ફિલ્મના લાગણીઓથી ભરપૂર દ્રશ્યોના અદભૂત સંયોજનને રજૂ કરે છે. આ દ્રશ્યો હિતુ કનોડિયા દ્વારા ભજવવામાં આવેલા પિતા અને તેમની દીકરી વચ્ચેના કોમળ બંધનને અદભૂત રીતે રજૂ કરે છે, જે પ્રેમ, બલિદાન અને સૌમ્યતાની કોમળ ક્ષણોને દર્શાવે છે. હિતુ કનોડિયાએ ખૂબ જ લાગણીસભર અભિનય કર્યો હોવાનું આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, જે ગીત અને ફિલ્મની સ્ટોરીમાં રહેલી ગાઢ લાગણીઓમાં પ્રાણ ફૂંકે છે.
જાવેદ અલીના કંઠે ગવાયેલ આ ગીતના શબ્દો અનિલ ચાવડાએ લખ્યા છે, અને તેનુ મ્યુંઝિક દીપક વેણુગોપાલન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
હાલમાં તમામ અગ્રણી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહેલુ “પંખીડા”નું ગીત ફાટી ને?ની ગાઢ લાગણીઓ અને સમૃદ્ધતાની ઝાંખી કરાવે છે, જે દર્શકોને ફિલ્મના હાર્દમાં રહેલા ગાઢ પ્રેમનો અનુભવવા માટે આવકારે છે.

જેની ધૂન આપને પારિવારિક પ્રેમના અચળ બંધનની યાદ અપાવશે તેવા “પંખીડા”ને સાંભળો.

“ફાટી ને?” ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફેનિલ દવે દ્વારા લિખિત છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યૂશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button