મુંબઈના વતની વિરાગ મધુમાલતીની યાત્રા પર્યાવરણના રક્ષણ અને વ્યસનમુક્તિ માટે જનજાગૃતિ લાવવા સમર્પિત:
મુંબઈના વતની વિરાગ મધુમાલતીની યાત્રા પર્યાવરણના રક્ષણ અને વ્યસનમુક્તિ માટે જનજાગૃતિ લાવવા સમર્પિત:
એક લાખ વૃક્ષારોપણ માટે ૧૨૦૦ કિલોમીટર પદયાત્રા:વિરાગ મધુમાલતીનો અવિરત પ્રયાસ:
પર્યાવરણ પ્રેમી વિરાગ મધુ માલતીનીએ ૩૬૪ કિલોમીટરનો અંતર કાપી સુરતના સચિન પહોંચી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે વૃક્ષારોપણ
પ્રત્યેક લોકોમાં પર્યાવરણની જાળવણી અને જાગૃતિના આવે તેવા હેતુ સાથે સંગીતકાર અને ગ્રિનીચ બુક ઓફ રેકોર્ડ્સના પાંચ વખતના વિજેતા રહી ચુકેલા મુંબઈના વતની વિરાગ મધુમાલતી ૧,૨૦૦ કિમી લાંબી મહાત્મય પદયાત્રા પર છે, જેમાં એક લાખ વૃક્ષો વાવવાના અભિયાનને સકારાત્મક દિશામાં આગળ વધારી રહ્યા છે. આ યાત્રા ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ નવી મુંબઈથી પ્રારંભ કરી હતી અને રાજસ્થાનના નાકોડામાં પુર્ણ થશે. યાત્રાની આ સફરમાં તેમણે અત્યાર સુધી ૩૬૪ કિલોમીટરનો અંતર કાપી સુરતના સચિન ખાતે પહોંચ્યાં હતા, જ્યાં લાજપોર સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ અને અન્ય અધિકારીઓ સાથે વૃક્ષારોપણ કરી “વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો”ની અપીલ કરી હતી.
આ પદયાત્રા માત્ર વૃક્ષારોપણ પૂરતી સીમિત નથી, પરંતુ વિરાગ મધુમાલતી દરેક વિરામ સ્થળે વ્યસનમુક્તિના સંદેશો આપીને પર્યાવરણ જાગૃતિ ફેલાવી રહ્યા છે. સરકાર પણ આ પ્રયાસોને પ્રોત્સાહન આપી રહી છે, જે રાજ્યના પર્યાવરણલક્ષી ઉદ્દેશો સાથે અનુરૂપ છે. આ યાત્રા પર્યાવરણ જાળવવા અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે એક પ્રેરણાસ્રોત બની રહી છે, અને સ્થાનિક લોકોને જાગૃત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.
આ યાત્રા દ્વારા તેઓ પર્યાવરણ પ્રેમી સમાજ ઊભું કરવાના હેતુથી કાર્યરત છે. “વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો” એ તેમનો મુખ્ય સૂત્ર છે. તેઓ ૧૪ વર્ષથી પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે સક્રિય રહ્યા છે અને ૨૦૧૯થી તેમણે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ છોડી દીધો છે. આ યાત્રા માત્ર વૃક્ષારોપણ પર કેન્દ્રિત નથી, પણ વ્યસનમુક્તિ અને ચક્ષુદાન માટે પણ લોકોમાં જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.
વિરાગ મધુમાલતીનું આ અભિયાન માત્ર હાલમાં જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના મહત્વકાંક્ષી પ્રયાસોનો ભાગ છે. યુવા પેઢીને પર્યાવરણ સાથે જોડાવા માટે પ્રેરિત કરતી આ યાત્રા એ સારા કામની પ્રેરણાદાયક દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. વૃક્ષારોપણ અભિયાન દ્વારા વિરાગ મધુમાલતી અને તેમની ટીમ પર્યાવરણ રક્ષણ અને લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે, જે ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે.