સ્પોર્ટ્સ
નવયુગ કોમર્સ કોલેજ જુડો સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં રનર્સઅપ બની

નવયુગ કોમર્સ કોલેજ જુડો સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં રનર્સઅપ બની
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ જુડો બહેનોની સ્પર્ધા નવયુગ સાયન્સ કોલેજમાં યોજાય હતી આ સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કોલેજની ખેલાડી કું.કૃપા સંજયભાઈ રાવલએ ૫૨ કિ.ગ્રા. ગ્રુપમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. આ સાથે સમગ્ર યુનિવર્સિટી રનર્સઅપ બની નવયુગ કોમર્સ કોલેજ નું ગૌરવ વધાર્યું. આ ખેલાડીને કોલેજના આચાર્યશ્રી ડો.વિનોદ એન. પટેલ, જીમખાના વિભાગના અધ્યક્ષ શ્રી. ડો.બ્રિજેશ પટેલ, શારીરિક શિક્ષણ ના પ્રા.સી.કે.અસારિયા તેમજ સમગ્ર કોલેજ પરિવારે આ ખેલાડીને અભિનંદન પાઠવ્યા.