નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ.ગણેશ ગોવેકર, RMO ડૉ.કેતન નાયક, ટી.બી વિભાગના વડા ડૉ.પારૂલ વડગામા, પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડૉ.નિલેશ કાછડિયા, EMW વિભાગના ઇન્ચાર્જશ્રી ઇકબાલ કડીવાલાને તેમની પ્રેરણાત્મક કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ‘આરોગ્ય સેનાની’ઓનું સન્માન
નવી સિવિલ હોસ્પિટલ-સુરતથી થતી અંગદાનની પ્રેરણાત્મક કામગીરી બદલ પાંચ તબીબી વિશેષજ્ઞોને સન્માનપત્ર એનાયત
સુરત:ગુરુવાર: સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સુરતની નવી હોસ્પિટલથી થતી અંગદાનની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંચ આરોગ્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ.ગણેશ ગોવેકર, RMO ડૉ.કેતન નાયક, ટી.બી વિભાગના વડા ડૉ.પારૂલ વડગામા, પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડૉ.નિલેશ કાછડિયા, EMW વિભાગના ઇન્ચાર્જશ્રી ઇકબાલ કડીવાલાને તેમની પ્રેરણાત્મક કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.
નોંધનીય છે કે, છેલ્લા ૯ મહિનામાં નવી સિવિલ હોસ્પિટલ-સુરત ખાતેથી ૪૦ અંગદાન કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૧૩૮ અંગો પૈકી સૌથી વધુ ૭૬ કિડની, ૨૯ લિવર, ૨ હ્રદય, ૪ સ્વાદુપિંડ, ૭ હાથ, ૧૮ પેશી અને ૨ ફેફસાના દાનનો સમાવેશ થાય છે.