ધર્મ દર્શન
દેવપ્રયાગ રેસીડેન્સી માં નવ દુર્ગા રૂપી દીકરીઓએ મહા આરતી કરી

દેવપ્રયાગ રેસીડેન્સી માં નવ દુર્ગા રૂપી દીકરીઓએ મહા આરતી કરી
આજરોજ દેવપ્રયાગ રેસીડેન્સી સિંગણપોર ગામમાં એક મહાઆરતીનું આયોજન થયું હતું જેમાં સમસ્ત સોસાયટી રહીશોએ પોતાની આરતી થાળ સાથે “મા” ની આરતી કરી તેમજ નાની નાની દીકરીઓ..મા ના નવ રૂપ બની આવ્યા હતા .. કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારીના બહેન દ્વારા સુંદર શબ્દોથી કર્યું અને તમામ લોકો ને નવરાત્રિના પર્વનું મહત્વ સમજાવ્યું.સૌ દેવપ્રયાગના રહીશો એ ઉત્સાહભેર ગરબા રમ્યા.ગરબા ના અંતે કાનજીભાઈ ગોધાણી અને ભાવસિંહજી વેગડ તરફથી બાળકો ને પ્રોત્સાહિત રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા..સમગ્ર કાર્યક્રમનું આયોજન પંકજભાઈ અને એમની ટીમ દ્વારા થયું હતું જેમાં તમામ બિલ્ડિંગ ના પ્રમુખ જોડાયા હતા..સંપ અને એકતા નું ઉદાહરણ છે દેવપ્રયાગ રેસીડેન્સીની નવલી નવરાત્રી..