ઓટોમોબાઇલ્સ

થિયરી સબાગને પ્રમુખ પદ પર નિયુક્ત કરીને નિસાને ઇન્ડિયા લીડરશિપને મજબૂત બનાવી

થિયરી સબાગને પ્રમુખ પદ પર નિયુક્ત કરીને નિસાને ઇન્ડિયા લીડરશિપને મજબૂત બનાવી

ગુરૂગ્રામ : નિસાને આફ્રિકા, પશ્ચિમ એશિયા, ભારત, યુરોપ અને ઓશિઆનિયા (એએમઆઈઈઓ) વિસ્તારમાં સિનિયર મેનેજમેન્ટમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારો (Re:Nissan transformation plan) ને વધુ મજબૂતી આપવા તેમજ ઓપરેશનલ કાર્યક્ષમતા, ગતિ અને ગ્રાહક કેન્દ્રિતતા સુધારવાના ઉદ્દેશથી કરવામાં આવ્યા છે.

1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવેલા આ બદલાવ હેઠળ થિયરી સબાગની વિસ્તૃત જવાબદારીઓમાં હવે નિસાન ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે. તેમને ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ અને પશ્ચિમ એશિયા, કેએસએ, સીઆઈએસ એન્ડ ઇન્ડિયા – નિસાન અને ઇન્ફિનિટી માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક સ્થાપિત બજારોમાં લીડરશિપ કન્ટિન્યુટી જાળવી રાખે છે તેમજ એએમઆઈઈઓ વિસ્તારમાં વ્યૂહાત્મક પ્રાથમિકતા તરીકે ભારતમાં ગવર્નન્સ, એક્ઝિક્યુશન અને ગ્રોથ મોમેન્ટમ પર નિસાનના ફોકસને દર્શાવે છે.

2026 માટે નિસાનની મહત્વાકાંક્ષાઓમાં ભારતની કેન્દ્રિય ભૂમિકા છે, કારણ કે બ્રાન્ડ અહીં પોતાની પુનઃઉત્થાન પ્રક્રિયાને વેગ આપી રહી છે. આ ગતિને જાળવી રાખતા, નિસાન ઇન્ડિયા આગામી 14થી 16 મહિનામાં ગ્રેવાઇટ, ટેક્ટોન અને 7-સીટર C-SUV સહિત ત્રણ નવા મોડલ લોન્ચ કરશે. સાથે સાથે, દેશભરમાં 250 ટચપોઇન્ટ્સ ધરાવતા તેના વિસ્તરતા ડીલર નેટવર્ક દ્વારા કંપની ગ્રાહકો સુધી પોતાની પહોંચ પણ વધારી રહી છે.

આ જાહેરાત અંગે નિસાન એએમઆઈઈઓ ના ચેરપર્સન મેસિમિલિયાનો મેસિનાએ જણાવ્યું કે, “રી:નિસાન પ્લાન ટ્રાન્સફોર્મેશન અને ગ્રાહક કેન્દ્રિતતા સાથે જોડાયેલ છે. સ્થાનિક નેતૃત્વને સશક્ત બનાવીને અમે એક વધુ મજબૂત સંસ્થા બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ, જે બજારની ગતિશીલતા પર ઝડપથી પ્રતિભાવ આપી શકે અને સ્પર્ધાત્મક તથા આકર્ષક પ્રોડક્ટ્સ પૂરા પાડી શકે. મને વિશ્વાસ છે કે આ ફેરફારો અમારી કામગીરીને મજબૂત બનાવશે અને 2026માં અમારી પ્રગતિને વધુ ગતિ આપશે. આ નવી ભૂમિકા માટે થિયરીને શુભેચ્છાઓ.”

ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ અને મિડલ ઇસ્ટ, કેએસએ, સીઆઈએસ એન્ડ ઇન્ડિયા – નિસાન અને ઇન્ફિનિટી ના પ્રમુખ થિયરી સબાગે જણાવ્યું, “નિસાન માટેના આ મહત્વપૂર્ણ સમયમાં મારી ભૂમિકા વિસ્તરવા બદલ હું ગૌરવ અનુભવું છું. પશ્ચિમ એશિયા અને ભારત ગતિશીલ, ઝડપથી વિકસતા અને સતત બદલાતા બજારો છે, જ્યાં આગળ અસંખ્ય તકો છે. હું અમારી મજબૂત પાયાની ઉપર મારી પ્રતિભાશાળી ટીમ અને આ વિસ્તારમાં પાર્ટનર્સ સાથે મળીને વિકાસને વેગ આપવા અને ગ્રાહકો માટે અર્થપૂર્ણ મૂલ્ય સર્જવા આતુર છું.”

આ નિમણૂકનું સ્વાગત કરતા નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સે જણાવ્યું, “ભારતમાં નિસાન માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે, કારણ કે અમે વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. થિયરીના જોડાવાથી આગળના સફર અંગે અમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે. તેમનો અનુભવ અને નેતૃત્વ બજારમાં અમારી હાજરીને મજબૂત બનાવવા અને ગ્રાહકોને વધુ સારું મૂલ્ય આપવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ નિમણૂક અમારી લીડરશિપને વધુ મજબૂત બનાવે છે, કારણ કે અમે પ્રોડક્ટ્સ, ગ્રાહકો અને ટકાઉ વિકાસ પર સ્પષ્ટ ફોકસ સાથે ટ્રાન્સફોર્મેશનથી એક્ઝિક્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ.”

આ ફેરફારો ઝડપી અને ચોક્કસ રીતે નવીન પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પૂરી પાડવા પ્રત્યે નિસાનની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. તે એએમઆઈઈઓ વિસ્તારમાં વિવિધ બજારોમાં ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ બનવામાં મદદ કરશે.

નિસાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઓફ કોમર્શિયલ ઓપરેશન્સ, નિસાન એએમઆઈઈઓ લિયોન ડોર્સર્સની વિદાયની પણ જાહેરાત કરી છે. 1992માં નિસાન યુરોપ, એમ્સ્ટર્ડેમમાં ટ્રેની તરીકે જોડાયેલા ડોર્સર્સે 2021માં એએમઆઈઈઓ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ અને સેલ્સ તરીકે જવાબદારી સંભાળવા પહેલાં ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમ, અમેરિકા અને જાપાનમાં કંપનીમાં અનેક નેતૃત્વ ભૂમિકાઓ સંભાળી હતી.

2025માં એએમઆઈઈઓ વિસ્તારમાં સફળ પ્રોડક્ટ લોન્ચ શ્રેણી બાદ, નિસાને વધુ નવા પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી સાથે એક વધુ મજબૂત વર્ષમાં પગલાં મૂક્યા છે. તેમાં 2026ની શરૂઆતમાં ભારતમાં ગ્રેવાઇટ અને ટેક્ટોનની લોન્ચિંગનો સમાવેશ થાય છે.

વધુ માહિતી માટે કૃપા કરીને www.nissan.in પર મુલાકાત લો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button