વ્યાપાર

આવી રહી છે નિસાનની નવીનતમ સી-એસયુવી: ભારતમાં સામે આવ્યો ઓલ-ન્યૂ ટેક્ટોનનો પ્રથમ લુક

આવી રહી છે નિસાનની નવીનતમ સી-એસયુવી: ભારતમાં સામે આવ્યો ઓલ-ન્યૂ ટેક્ટોનનો પ્રથમ લુક
નિસાનના લેજેન્ડરી મોડલ નિસાન પેટ્રોલ પરથી પ્રેરિત છે ડિઝાઇન
‘વન કાર, વન વર્લ્ડ’ વ્યૂહરચિ હેઠળ ભારત માટે બીજી એસયુવી
ભારત અને અન્ય દેશોના ગ્રાહકોના દિલ જીતવા માટે કરવામાં આવી છે ડિઝાઇન

ગુરુગ્રામ, ૭ ઓક્ટોબર, ૨૦૨૫ : નિસાન મોટર ઈન્ડિયાએ આજે તેની ગ્લોબલ એસયુવી લાઇનઅપના નવા સંસ્કરણના નામની જાહેરાત કરી. કંપનીએ પોતાની નવીનતમ એસયુવી ઓલ-ન્યૂ ટેક્ટોનની પહેલી ઝલક જાહેર કરી છે.
એક નામ કે જેમાં નિસાનની મહત્ત્વાકાંક્ષાઓની ઝલક દેખાય છે
‘ટેક્ટોન’ નામ ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ છે “શિલ્પકાર” (ક્રાફ્ટ્સમેન). આ નામલોકોના જીવનને સમૃધ્ધ કરવાવાળી નિસાનની સટીક એન્જિનિયરિંગ અને નવીનતાને અનુરૂપ છે. આ નામ એક શક્તિશાળી, પ્રીમિયમ સી-એસયુવીને દર્શાવે છે, જેમાં ઉત્તમ એન્જિનિયરિંગ, પ્રદર્શન અને અનોખી ડિઝાઇન આઈડેન્ટિટી છે. ટેક્ટોન એસયુવી એવા લોકોની પસંદ બનીને ઉભરી આવશે, જે પોતાના જીવનશૈલી, કરિયર કે પેશનથી પોતાની દુનિયા બનાવે છે.
ટેક્ટોનનુ લોન્ચિંગ અને વેચાણ ૨૦૨૬ માં શરૂ થશે. આ એસયુવીને ખાસ કરીને સી-એસયુવી સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ નિસાનની ‘વન કાર, વન વર્લ્ડ’ વ્યૂહરચના હેઠળ બીજી કાર હશે. તેને ચેન્નાઈ પ્લાન્ટમાં રેનૉ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે અને ભારત સહિત પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચવામાં આવશે.
ડિઝાઇન અને પ્રેરણા
નિસાનની નવીનતમ એસયુવી ટેક્ટોનના ડિઝાઇન માટે પ્રેરણા કંપનીની સૌથી લોકપ્રિય અને આઈકોનિક એસયુવી નિસાન પેટ્રોલમાંથી લેવામાં આવી છે. મજબૂત વિશ્વાસ, પ્રીમિયમ કારીગરી અને અદ્યતન ટેક ફીચર્સ સાથે તૈયાર આ કારમાં દમદાર એસ્થેટિક્સ છે. તેને આવતા વર્ષે રજૂ કરવામાં આવશે.
આના ફ્રન્ટમાં શક્તિશાળી રીતે બનાવેલો બોનેટ અને ખાસ સી આકારના હેડલેમ્પ્સ સિગ્નેચર છે, જે લિજેન્ડરી પેટ્રોલની યાદ અપાવે છે. મજબૂત લોઅર બંપર કારની ઉપસ્થિતિને વધારે દમદાર બનાવે છે. સાઇડ પ્રોફાઈલમાં ઇમ્પોઝિંગ અને મસ્ક્યુલર લુક છે, જે રસ્તા પર એક અનોખી છાપ મૂકે છે. ટેક્ટોનના ફ્રન્ટ ડોર પર “ડબલ-સી” આકારના એક્સન્ટ છે, જેમાં હિમાલયની પર્વત શ્રેણીઓથી પ્રેરિત હલકી પર્વતમાળાની ડિઝાઇન દેખાય છે. રીયર સાઇડમાં લાલ તેજસ્વી લાઈટબાર છે જે આખી ગાડી પર ફેલાયેલી છે અને એક મજબૂત દેખાવ આપે છે. તેમાં સી-શેપ્ડ ડાયનેમિક ટેલલેમ્પ્સ જોડાયેલા છે. ટેલગેટના નીચે ટેક્ટોનની નામપેટ બરાબર દેખાય છે.
નિસાન મોટર કંપની લિ.ના કોર્પોરેટ એક્ઝીક્યુટિવ અલ્ફોન્સો અલબૈસાએ કહ્યું, “ઓલ-ન્યૂ નિસાન ટેક્ટોનની ડિઝાઇનની પ્રેરણા લીજેન્ડરી નિસાન પેટ્રોલથી લેવામાં આવી છે. તેને સેગમેન્ટમાં રાજ કરવા અને આધુનિક ભારતીય ગ્રાહકોની દરેક જરૂરિયાત ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્રભાવશાળી, સ્ટાઈલીશ અને ભારત અને અન્ય દેશોમાં નવા ધોરણ સ્થાપવા માટે બનાવવામાં આવેલી નવી ટેક્ટોનની ડિઝાઇન અને બનાવટની ગુણવત્તા નિસાનની ઓળખ દર્શાવે છે. તેમાં નિસાનના એસયુવી ડીએનએની શ્રેષ્ઠ ખાસિયતો સમાવિષ્ટ છે.”
નિસાન મોટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સએ જણાવ્યું કે, “ઓલ-ન્યૂ નિસાન ટેક્ટોન નિસાનની પ્રગતિની કહાનીનું કેન્દ્ર બનવા તૈયાર છે. આ દેશમાં અમારી આગામી પ્રોડક્ટ પોર્ટફોલિયોની ઝલક પણ આપે છે. તેની દમદાર હાજરી, બોલ્ડ લુક અને પ્રીમિયમ ઇન્ટિરિયર સાથે, અમે વિશ્વાસ રાખીએ છીએ કે તે પોતાના સેગમેન્ટમાં ધમાકો કરશે. તે મજબૂત અને રિફાઇન્ડ સી-એસયુવી ઈચ્છતા ગ્રાહકોને આકર્ષશે. ભારતમાં નિસાનના વિકાસને આ મોડેલ આગળ વધારશે.”
ટેક્ટોન, ભારતમાં નિસાનની ઉપસ્થિતિ વધારવા અને પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. નિસાન મોટર ઈન્ડિયા પોતાના ડીલરશિપ નેટવર્કનો પણ ઝડપથી વિસ્તાર કરી રહી છે.
ટેક્ટોન વિશે સ્પષ્ટ નિકાસ બજારો અને અન્ય માહિતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વધુ માહિતી માટે કૃપા કરીને www.nissan.in પર મુલાકાત લો.
FOR FURTHER MEDIA QUERIES PLEASE CONTACT:
Naraayan Kannan
Director – Communications & CSR
Nissan Motor India Pvt. Ltd.
Email: media.comms@email.nissan.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button