કાકરાપાર બંદોબસ્તમાંથી પરત ફરતા સુરત પોલીસનાં જવાન સેતુલ ચૌધરીનું વાહન અકસ્માતમાં કરૂણ મોત

કાકરાપાર બંદોબસ્તમાંથી પરત ફરતા સુરત પોલીસનાં જવાન સેતુલ ચૌધરીનું વાહન અકસ્માતમાં કરૂણ મોત
વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતા સુરત હેડ ક્વાર્ટરનાં પોલીસ જવાનનું વાહન અકસ્માતમાં મોત થયું હોવાની કરુણ ઘટના બની છે.
તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચોધરી કાકરાપાડામાં બંદોબસ્તમાં હતો. બંદોબસ્ત પૂર્ણ થયા બાદ બાઈક પર સુરત ખાતે આવી રહ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ સેતલ ચૌધરીની બાઈકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ કર્મચારીને સેતુલને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પોલીસ કર્મચારીનું મોતી નીપજતા પરિવાર સહિત સાથી પોલીસ કર્મચારીએ શોકમાં ગરકાવ. પોલીસ કર્મચારી સેતુલ ચોધરી સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા હતા.