ઓલા ઇલેક્ટ્રિકે દેશભરમાં 4,000 સ્ટોર્સ સુધી વિક્રમી વિસ્તરણ સાથે ઈવી ક્રાંતિને વેગ આપ્યો

ઓલા ઇલેક્ટ્રિકે દેશભરમાં 4,000 સ્ટોર્સ સુધી વિક્રમી વિસ્તરણ સાથે ઈવી ક્રાંતિને વેગ આપ્યો
ગુજરાત, 25 ડિસેમ્બર, 2024: ભારતની સૌથી મોટી પ્યોર-પ્લે ઈવી કંપની ઓલા ઈલેક્ટ્રીકે આજે દેશભરમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરી તેને 4,000 સ્ટોર્સ સુધી કરવાની જાહેરાત કરી છે, જે વર્તમાન નેટવર્કથી ચાર ગણો વધારો છે. ઈવી ક્ષેત્રે વિશ્વના સૌથી નોંધપાત્ર વિસ્તરણમાંની એક, દેશમાં પહોંચ, વૃદ્ધિ અને સ્વિકૃતિને પ્રોત્સાહન આપતા, ઓલા ઇલેક્ટ્રિક આ ક્ષેત્રમાં તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું છે. સર્વિસ સુવિધાઓ સાથેના 3,200થી વધુ નવા સ્ટોર્સની શરૂઆત સાથે, કંપની સમગ્ર ભારતમાં લગભગ દરેક નગર અને તાલુકામાં ટિયર-1 અને ટિયર-2 શહેરોની બહાર ગાઢ પ્રવેશ કરીને મોટા પાયે ઈવી અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ વિસ્તરણ સાથે, ઓલા ઇલેક્ટ્રિકે તેના #SavingsWalaScooter ઝુંબેશ હેઠળ તેનું વચન પૂર્ણ કર્યું છે.
ઓલા ઇલેક્ટ્રિકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભાવિશ અગ્રવાલે જણાવ્યું, “અમે વચન આપ્યું હતું, અને હવે અમે તેને પૂર્ણ કર્યું છે! અમે દરેક શહેર, નગર અને તાલુકામાં અમારૂં નેટવર્ક વિસ્તરણ કર્યું હોવાથી ભારતની ઈવી સફરમાં આજનો દિવસ મહત્વપૂર્ણ રીતે એક સીમાચિહ્નરૂપ બની ગયો છે. અમારા નવા શરૂ કરવામાં આવેલા સ્ટોર્સ સર્વિસ સેન્ટર્સ સાથેના છે, અમે અમારી #SavingsWalaScooter ઝુંબેશ સાથે નવા ધોરણો સ્થાપિત કરીને ઈવી ખરીદી અને માલિકી અનુભવને સંપૂર્ણપણે નવું રૂપ આપ્યું છે. જેમ જેમ અમે આગળ વધી રહ્યાં છીએ, અમે નવીનતાની સીમાઓને આગળ વધારવા અને #EndICEAge તરફ દેશની યાત્રાને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
એસ1 પોર્ટફોલિયો પર ₹25,000 સુધીની ઑફર
નેટવર્કના વ્યાપક વિસ્તરણને ચિહ્નિત કરતાં, ઓલા ઈલેક્ટ્રિકે એસ1 પોર્ટફોલિયો પર ₹25,000 સુધીના લાભો સાથે આકર્ષક ઑફર્સ રજૂ કરી છે, જે ફક્ત 25 ડિસેમ્બર, 2024ના રોજ ઉપલબ્ધ છે. ગ્રાહકો તેમના નજીકના નવા શરૂ કરવામાં આવેલા ઓલા સ્ટોરની મુલાકાત લઈ શકે છે અને એસ1 એક્સ પોર્ટફોલિયો પર ₹7,000 સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઉપરાંત, ગ્રાહકો ₹18,000 સુધીના વધારાના લાભો મેળવી શકે છે, જેમાં પસંદગીના ક્રેડિટ કાર્ડ સરળ માસિક હપ્તા પરના ₹5,000 અને ₹6,000ના મૂલ્યના MoveOS લાભોનો સમાવેશ થાય છે.
લિમિટેડ-એડિશન ઓલા એસ1 પ્રો સોના
ઓલા એસ1 પ્રો સોના, વાસ્તવિક 24-કેરેટ ગોલ્ડ પ્લેટેડ એલિમેન્ટ્સ સાથે વિશાળ નેટવર્ક વિસ્તરણને ચિહ્નિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે, જે પ્રીમિયમ લિમિટેડ-એડીશન સ્કૂટરને ઘરે લઈ જવા માટે #OlaSonaContestમાં સક્રિયપણે ભાગ લઇ રહેલા ગ્રાહકો સાથે ઓલા સ્ટોર્સમાં મોટી સંખ્યામાં લોકો આકર્ષાયા છે. ઓલા ઈલેક્ટ્રીકના ઈનોવેશનના શિખરનું પ્રતિનિધિત્વ કરતા – કાર્યક્ષમતા સાથે વૈભવ્યને જોડતા, ઓલા સોના ઇમર્સિવ “સોના મૂડ” સાથે આવે છે, જે પ્રીમિયમ રાઈડિંગ અનુભવ, ઓલા એપ માટે ગોલ્ડ થીમ આધારિત ઈન્ટરફેસ અને કસ્ટમાઈઝ્ડ MoveOS ડેશબોર્ડ આપે છે. ડેશબોર્ડ વપરાશકર્તાઓને રાઈડ મોડ્સ અને સેટિંગ્સને વ્યક્તિગત કરવાની સુવિધા આપે છે, જેથી તેમની મુસાફરીને આનંદિત બની જાય છે.
મૂવઓએસ 5
એસ1 પોર્ટફોલિયોને અત્યાર સુધીનો સૌથી સ્માર્ટ બનાવતા, કંપનીએ એકંદર સવારી અનુભવને વધારવા માટે રચાયેલ સુવિધાઓ સાથે MoveOS 5 બીટા માટે પ્રાથમિકતા રજીસ્ટ્રેશન શરૂ કરી દીધા છે. આ લૉન્ચ સાથે, ઓલા રાઇડર્સ હવે ગ્રૂપ નેવિગેશન, લાઇવ લોકેશન શેરિંગ, ઓલા મેપ્સ દ્વારા સંચાલિત રોડ ટ્રિપ મોડ, સ્માર્ટ ચાર્જિંગ, સ્માર્ટ પાર્ક, ટીપીએમએસ એલર્ટ્સ જેવી સુવિધાઓ સુધીની પહોંચ મેળવી શકે છે.
કંપનીએ તાજેતરમાં તેના ગિગ અને એસ1 ઝેડ સ્કૂટર રેન્જના લોન્ચની જાહેરાત કરી હતી, જેમાં ઓલા ગીગ, ઓલા ગીગ+, ઓલા એસ1 ઝેડ અને ઓલા એસ1 ઝેડ+નો સમાવેશ થાય છે, જે અનુક્રમે ₹39,999 (એક્સ-શોરૂમ), ₹49,999 (એક્સ-શોરૂમ) , ₹59,999 (એક્સ-શોરૂમ), અને ₹64,999 (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. સ્કૂટરની નવી શ્રેણી ગ્રામીણ, અર્ધ-શહેરી અને શહેરી ગ્રાહકોના વ્યક્તિગત અને વ્યવસાયિક ઉપયોગને પરિપૂર્ણ કરવા, રીમૂવેબલ બેટરી સહિત ટકાઉ, વિશ્વસનીય, સસ્તા અને લવચીક ઉકેલો પૂરા પાડે છે. ગિગ અને એસ1 ઝેડ સિરીઝ માટે રિઝર્વેશન માત્ર ₹499માં ચાલી રહ્યું છે અને ડિલિવરી અનુક્રમે એપ્રિલ 2025 અને મે 2025માં શરૂ થશે.
ઓલા ઇલેક્ટ્રીક ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સંતોષતા આકર્ષક પ્રાઇઝ પોઈન્ટમાં છ ઓફરો સાથે એક વિસ્તૃત એસ1 પોર્ટફોલિયો પણ રજૂ કરે છે. પ્રીમિયમ રજૂઆત એસ1 પ્રો અને એસ1 એરની કિંમત અનુક્રમે ₹1,34,999 અને ₹1,07,499 છે, જ્યારે વ્યાપક સ્તર પરની બજાર રજૂઆતમાં એસ1 એક્સ પોર્ટફોલિયો (2 kWh, 3 kWh અને 4 kWh)નો સમાવેશ થાય છે જેની કિંમત અનુક્રમે ₹74,999, ₹87,999 અને ₹101,999 છે.
તેની વાર્ષિક ફ્લેગશિપ ઈવેન્ટ, ‘સંકલ્પ’માં, કંપનીએ તેની રોડસ્ટર મોટરસાઈકલ શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરી, જેમાં રોડસ્ટર એક્સ (2.5 kWh, 3.5 kWh, 4.5 kWh), રોડસ્ટર (3.5 kWh, 4.5 kWh, 6 kWh) અને રોડસ્ટર પ્રો (8 kWh, 16 kWh)નો સમાવેશ થાય છે. મોટરસાયકલ્સમાં અનેક સેગમેન્ટ-ફર્સ્ટ ટેક્નોલોજી અને પ્રદર્શન સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની કિંમતો અનુક્રમે રૂ.74,999, રૂ.1,04,999 અને રૂ.1,99,999થી શરૂ થાય છે.