વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે યોગ શિબિર યોજાઈ
વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે પાંડેસરા ખાતે મહાયોગ શિબિર યોજાઈ હતી.
વિશ્વમાં હાલ યુદ્ધ અને હિંસાખોરીના માહોલ વચ્ચે શાંતિ અને તણાવ મુક્તિ માટે ધ્યાન ઉપર સમગ્ર વિશ્વની નજર છે. ભારત યુગો પહેલા પ્રાચીન કાળથી સમગ્ર વિશ્વમાં યોગ અને ધ્યાન માં અગ્રેસર રહ્યું છે. ધ્યાનથી BP અને મનની ચંચળતા ઘટે છે, નિંદ્રાની ગુણવત્તા અને માનસિક સ્વાસ્થ્ય સુધરો થાય છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત શિબિરમાં ૮૦૦થી વધુ લોકોએ ધ્યાનયોગનો લહાવો લીધો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, બ્રહ્માકુમારીના વેદપ્રકાશ જી.મીતલજી, મીનાક્ષી જી, આર્ટ ઓફ લિવિંગ ના મહેન્દ્ર સોનીજી,RSS ના રમન સિંહજી,પતંજલિના વાલજી ભાઈ, ઝોન કોર્ડીનેટર પ્રીતિ પાંડે, મહાનગરપાલિકાના કોર્ડીનેટર -ડો પારુલ પટેલ, સોશિયલ મીડિયા કોર્ડીનેટર સપના શર્મા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, ટ્રેઈનરો સાધકો હાજર રહ્યા હતા.