નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષતામાં બારડોલી નગરપાલિકા ખાતે ‘નિર્મલ ગુજરાત 2.0’ અને ‘સ્વચ્છ ભારત મિશન 2.0’ની એક દિવસીય તાલીમ યોજાઈ
ગાર્બેજ ફ્રી સિટી ’ના લક્ષ્યને પરિપૂર્ણ કરવા ચાલુ વર્ષે રાજ્યના શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૨૪૦ કરોડ અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઈ
Surat Bardoli News: નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીની અધ્યક્ષતામાં નિર્મલ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0’નું વધુ અસરકારક અમલીકરણ કરવા બારડોલી નગરપાલિકા ખાતે એક દિવસીય “ZERO WASTE EVENT” તાલીમ યોજાઈ હતી. શહેર અને ગામડાઓને ઝીરો વેસ્ટ તરફ અગ્રેસર કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ તાલીમમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરી ડમ્પિંગ સાઈટ પર કરાતા વેસ્ટનાં નિકાલ અંગે સમજ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્વચ્છતા મિશન હેઠળ શહેર તેમજ ગામડાઓને ગાર્બેજ ફ્રી સિટી અને સ્ટેટ બનાવવા માટે આ વર્ષે રાજ્યના શહેરી વિસ્તારમા રૂ.૨૪૦ કરોડ અને ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૩૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ પાલિકા ચીફ ઓફિસર તાલીમમાં હાજર રહ્યા હતા.