અગ્રવાલ પ્રીમિયર લીગ-17: પ્લેયર ઓક્શન નું આયોજન

અગ્રવાલ પ્રીમિયર લીગ-17: પ્લેયર ઓક્શન નું આયોજન
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા અગ્રવાલ પ્રીમિયર લીગ (APL) સીઝન-17 નું આયોજન 16 જાન્યુઆરીથી બી.જે. પટેલ ગ્રાઉન્ડ, અલથાણ ખાતે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ માટે શનિવારે સિટીલાઈટ સ્થિત મહારાજા અગ્રસેન પેલેસમાં ખેલાડીઓની હરાજી (પ્લેયર ઓક્શન) યોજાઈ હતી. આ હરાજીમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ટીમના સંયોજકોએ પોતાની રણનીતિ મુજબ શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી પોતપોતાની ટીમને મજબૂત બનાવી હતી. ઓક્શન દરમિયાન ખેલાડીઓની પસંદગીને લઈને ભારે ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી હતી.
આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના મનીષ અગ્રવાલ, નીરજ અગ્રવાલ, નિશિત બેડિયા, પ્રશાંત અગ્રવાલ, યુવા શાખાના પ્રમુખ અંકિત ઝુનઝુનવાલા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ આગામી ટુર્નામેન્ટ માટે દરેક ટીમોને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.



