સ્પોર્ટ્સ

CISF દ્વારા ‘વંદે માતરમ્ – CISF કોસ્ટલ સાયક્લોથોન ૨૦૨૬નું આયોજન

CISF દ્વારા ‘વંદે માતરમ્ – CISF કોસ્ટલ સાયક્લોથોન ૨૦૨૬નું આયોજન
વંદે માતરમ્’ના નાદ સાથે તટીય સુરક્ષાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન
સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ થીમ સાથે રાષ્ટ્રભક્તિ અને તટીય સુરક્ષા અંગે જનજાગૃતિનો સંદેશ
૬૫૫૩ કિમીની યાત્રા દ્વારા તટીય સુરક્ષા માટે જનજાગૃતિનો પ્રયાસ
વંદે માતરમ્ – CISF કોસ્ટલ સાયક્લોથોન ૨૦૨૬” સુરત ખાતેથી પસાર થશે”
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા રાષ્ટ્રભક્તિની ભાવના મજબૂત કરવા તથા તટીય સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી “વંદે માતરમ્ – CISF કોસ્ટલ સાયક્લોથોન 2026”નું આયોજન ૨૮ જાન્યુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધિ કરવામાં આવી રહ્યું છે. આ સાયક્લોથોન “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ અંતર્ગત યોજાશે.આ કોસ્ટલ સાયક્લોથોનની શરૂઆત તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પશ્ચિમ તટ પર આવેલા લખપત કિલ્લા, કચ્છ (ગુજરાત)માંથી તેમજ CISFના અન્ય દળ દ્વારા બક્કાલી, પશ્ચિમ બંગાળ (પૂર્વ તટ)માંથી એકસાથે કરવામાં આવશે. પશ્ચિમ તટ પરથી નિકળનારી સાયક્લોથોન ટીમ તેના માર્ગમાં સુરત, મુંબઈ, ગોવા અને મંગળુરુ જેવા મહત્વના તટીય શહેરોમાંથી પસાર થતા આશરે ૬૫૫૩ કિ.મી.નું અંતર કાપીને તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોચ્ચિ, કેરળ ખાતે પોતાની યાત્રાનું સમાપન કરશે. આ સમગ્ર યાત્રા અંદાજે ૨૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય દ્વારા મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી તા. ૨૮ જાન્યુઆરીના રોજ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ સાયક્લોથોનને વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ અભિયાનમાં કુલ ૧૩૯ CISF જવાનો ભાગ લેશે, જેમાં ૬૫ મહિલા CISF જવાનોનો સમાવેશ થાય છે.“વંદે માતરમ્ – CISF કોસ્ટલ સાયક્લોથોન 2026” માત્ર તટીય સુરક્ષાના મહત્વને ઉજાગર કરતી પહેલ નથી, પરંતુ દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષિત ભારતના સંકલ્પને પણ પ્રતિબિંબિત કરે છે. CISF મહત્વપૂર્ણ હવાઈમથકો, સમુદ્રી બંદરો, દિલ્હી મેટ્રો, પરમાણુ અને અંતરિક્ષ સંસ્થાઓ, વીજ પ્રોજેક્ટ્સ, તેલ રિફાઇનરીઓ, સરકારી ઇમારતો તથા તાજમહેલ જેવા રાષ્ટ્રીય સ્મારકોની સુરક્ષા નિભાવતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ સાયક્લોથોન દ્વારા સામાન્ય નાગરિકોમાં તટીય સુરક્ષા, રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા અને રાષ્ટ્ર નિર્માણમાં CISFના યોગદાન અંગે વિશાળ જનજાગૃતિ ફેલાવવાનો હેતુ ધરાવવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button