તમે લગ્ન શા માટે કરો છો?

તમે લગ્ન શા માટે કરો છો?
આપને ત્યાં લગ્નમા હવે હજારો નહી બલકે લાખોનો ખર્ચ થઈ રહ્યો છે.બીજી બાજુ હજુ સાદાઈ સાદગીથી પણ લગ્નો રીતિરિવાજ મુજબ થઈ રહ્યા છે.આમાં કઈ એવું હોતું નથી કે તમે જેટલો વધારે ખર્ચો કરો એટલું લગ્નજીવન વધારે સુખી થાય.
વધારે ધામધૂમ કરીને લગ્ન કર્યા હોય તો પતિ પત્ની વચ્ચેનો પ્રેમ આકર્ષણ વિગેરે ખૂટે નહી? સાસુ વહુ વચ્ચે ઝગડા થાય નહી.સસરાને જમાઈ માટે કોઈ ફરિયાદ જ નહી હોય સાસુ વહુ વચ્ચે આખી જીંદગી સબંધ સારા રહે? ખુબ રૂપિયા ખર્ચી કરાયેલા લગ્ન વધારે ટકે એમ હોય ખરું?
લગ્ન પહેલા લાખો રૂપિયાનું પાણી કરીને કરાતા પ્રિ વેડિંગ ફોટોશૂટ વિડિઓથી આપને શુ સાબિત કરવા માંગીએ છીએ,?
તમે લગ્ન વખતે જે ભારી શેરવાની ચણીયા ચોળી પહેરી હતી તે તમે લગ્ન પછી એક પણ વખત પહેરી નથી.તમારા કબાટમા આ શેરવાની અને ચણીયાચોળી ધૂળ ખાય છે બરાબર ને?.
તમે સાચું કહેજો તમે લગ્ન કેમ કરો છો? ભપકાદર લગ્ન કરવા?સમાજમાં મિત્રમંડળમા કે સગાવ્હાલા કે બિઝનેસ સર્કલમા વટ મારવા? ચાર પાંચ હજાર મેહમાનો માટે? કે ફોટો કે વિડિઓ માટે? કે તમારી ઓળખાણ તમારા સ્ટેટ્સ માટે લગ્ન કરો છો?
અરે ભાઈ લગ્ન તમને તમારા માટે કરવાના છે નહી કે બીજા માટે
લગ્ન હવે માત્ર લગ્ન રહ્યા નથી દેખાડો થઈ ગયો છે.દોલતનો રૂપિયાનો વગનો ધાકનો ઓળખાણનો
આપને ત્યાં જો તમારી પાસે બહુ રૂપિયા હોય તો લગ્ન તમે ભારત બહાર કરો છો થોડા ઓછા રૂપિયા હોય તો લગ્ન બીજા શહેરમા થાય.થોડા ઓછા રૂપિયા હોય તો તમારા શહેરમાં જ લગ્ન થાય.લ
પ્રિવેડિંગ ફોટો વિડિઓ શૂટ લાખો રૂપિયાના ખર્ચ પછી શું કાTm
લાગે? કઈ જ કામ લાગતા નથી.સાચું કહેજો કેટલા યુગલ લગ્ન પછી આ ફોટો વિડિઓ બે ચાર મહિનામા એક વાર પણ જોય છે ખરા? કોઈ પણ જોતું નથી.
દીકરા દીકરી એક વખતે પરણી જાય પછી પેલી ચાર પાંચ હજારવાલી લગ્નની ડીશ કઈ કામમાં આવવાની નથી.એમન પ્રિવેડિંગ ફોટો વિડિઓ કઈ કામમા આવવાના નથી.
તમે પાંચ હજારના ખર્ચે પરણો કે પાંચ લાખ કે પચાસ લાખ કે પાંચ કરોડના ખર્ચે પરણો તમારા લગ્નજીવનનો આધાર પરણતી વખતે ખરચેલા રૂપિયા પર તો કોઈ દિવસ રહેવાનો નથી જ નથી.
તમને તમારા દીકરા કે દીકરીને એ માટે પરણાવાના છે કે એમને ઘરડા થવામાં જીવવામાં રડવામા હસવામા ચીસો પાડવામાં પ્રેમ કરવામાં વ્હાલ કરવામાં કાળજી લેવામાં સાથ આપી શકે એવી લાજવાબ વ્યક્તિ તમને મળી ગઇ છે.લગ્ન તો કોઈ પણ કરાવી દેશે પણ લગ્ન સાચવવા ટકાવવા કોઈ નહી આવે.