ધર્મ દર્શન
ડિંડોલીની સાંઈ વિલા રેસીડેન્સી ખાતે શ્રીરામ કથાનું આયોજન
રવિવારે ભવ્ય શોભાયાત્રા સાથે થશે કથાનો પ્રારંભ, 24મીએ મહાપ્રસાદીનું આયોજન
સુરત: નવરાત્રિના પવિત્ર અવસર પર ડિંડોલી કરાડવા રોડ ખાતેની સાંઈ વિલા રેસીડેન્સી ખાતે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી લક્ષ્મી પ્રપન્ન પ. પૂ. શ્રી જીયર સ્વામીના કૃપા પાત્ર શિષ્ય કથા વાચક શ્રી વિજય કૌશિકજી મહારાજના મુખારવિંદ થી શ્રીરામ કથાની રસધારા વહેશે.
સાંઈ વિલા રેસીડેન્સી પરિવાર દ્વારા આયોજિત શ્રી રામકથાનો પ્રારંભ રવિવારથી થશે અને 23મી એ કથાનું સમાપન થશે. રવિવારે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને 24મી ઓક્ટોબર ના રોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી મહાપ્રસાદીનું આયોજન કરવામાં થશે. સાંઈ વિલા રેસીડેન્સી પરિવાર તરફથી સર્વ ભાવિક ભક્તોને કથાના શ્રવણ માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.