અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રી ગટુ વિદ્યાલય ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમનું આયોજન
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રી ગટુ વિદ્યાલય ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમનું આયોજન
તા.24/09/24, મંગળવાર ના રોજ સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલીમ ટ્રેનર તરીકે અજમેર વિભાગ ના CBSE ના માસ્ટર ટ્રેનર શ્રીમતી પૂર્ણિમા મેડમ અને ડો.હેમા અભિરૂપ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી મિસેલ ગણેશાણી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. અંશુ તિવારી , પ્રકાશ સર, સુષ્મા મેડમ, શ્રી ગટુ વિદ્યાલયના શિક્ષક ગણ, તથા અન્ય શાળાના શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યના માધ્યમથી કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન પૂર્ણિમાના મેડમ અને હેમા મેડમ દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રત્યેકના જીવનમાં તણાવ તો હોય છે પરંતુ આપણે તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરવાનું છે તે શીખવું ખૂબ જરૂરી છે. તણાવ થી દૂર રહી વર્ગખંડને ખુશખુશાલ રાખવાના તમામ પ્રયાસો આપણે કરવા જોઈએ. જે બાબતે તેમને વિવિધ ટેકનીક અને modules દ્વારા ઘણા ઉદાહરણો પૂરા પાડ્યા હતા. સૌ શિક્ષક ગણોએ તેમને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા. આ તાલીમ અંતર્ગત તણાવ મુક્તિ માટે સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શ્રી ગટ્ટુ વિદ્યાલયની શિક્ષિકા શ્રીમતી હેમા મેડમ દ્વારા ખૂબ જ સુંદર ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. તાલીમ અંતર્ગત શિક્ષકોને પૂછવામાં આવેલા પ્રશ્નોના સચોટ ઉત્તર શિક્ષકશ્રી ઓએ આપ્યા હતા. આમ પારસ્પરિક જોડાણ દ્વારા સુંદર રીતે તાલીમ પૂર્ણ થઈ હતી.