વિન્ટર કાર્નિવલ 2024નું આયોજન
વિન્ટર કાર્નિવલ 2024નું આયોજન
અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલ દ્વારા શનિવારે સાંજે 5 વાગ્યાથી જમનાબા પાર્ટી પ્લોટ, વેસુ ખાતે વિન્ટર કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે કાર્નિવલનું આયોજન “એ કલરફુલ ટ્રિબ્યુટ ટુ ક્લાસિકલ ઈન્ડિયન એડવર્ટાઈઝમેન્ટ” થીમ પર કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ફેશન શો અને સંગીત દ્વારા જૂની જાહેરાતો રજૂ કરી હતી. ઇવેન્ટમાં બાઉન્સિંગ કેસલ, ટ્રેમ્પોલીન, લાઇવ કેરેક્ટર, મ્યુઝિક, ગેમ ઝોન, સેલ્ફી ઝોન વગેરેની સાથે બાળકો દ્વારા ફૂડ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના જોઈન્ટ સેક્રેટરી સીએ બાલકિશન અગ્રવાલ, કો-ટ્રેઝરર કમલ ટાટનવાલા, દિનેશ અગ્રવાલ, રણજીત કેજરીવાલ અને અન્ય ઘણા સભ્યો હાજર રહ્યા હતા.