ખાન્દેશ સાહિત્ય સંઘ આયોજીત કવિ સંમેલનમાં કવિઓએ કવિતામાં પાથર્યા વિવિધ રંગો

ખાન્દેશ સાહિત્ય સંઘ આયોજીત કવિ સંમેલનમાં કવિઓએ કવિતામાં પાથર્યા વિવિધ રંગો
ખાન્દેશ સાહિત્ય સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા અષાઢી એકાદશીના અવસરે રવિવારે મોડી સાંજે ખાન્દેશ કવિ સંમેલન યોજાયું હતું. ખાન્દેશ કવિ ઈશ્વર પાટીલનાં નિવાસસ્થાન શબ્દ ગંધમાં વરસાદી માહોલ વચ્ચે કવિ સંમેલન રવિવારે સાંજે ૩ વાગ્યે શરૂ થવાનું હતું. પરંતુ વરસાદના કારણે સંમેલન શરૂ થવામાં વિલંબ થયું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક કવિઓ ઉપÂસ્થત રહ્યા હતા.
જેમાં ખાન્દેશ સાહિત્ય સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્ર બહારે, માર્ગદર્શક તરીકે ચૌધરી ગુરુજી, મિનાક્ષી જગતાપ, કિરન વાનખેડે,મંજુળા બોડકે, સુરેશ નિકમ, નમ્રતા પાટીલ, કીરન વાનખેડે, મોહન કવળીથકર, વિકાસ પાટીલ, ઉદ્યોજક પ્રકાશ પાટીલ, કીરન સાળી, વિનોદ પાટીલ, અનુપમા જાધવ, અવિનાશ પવાર, અનિતા પાટીલ, જાગૃતિ માળી, પ્રિતિ બોડકે, આશા બિરારી, જયશ્રી શિમ્પી તથા અન્ય કવિઓની ખાસ ઉપસ્થિતિ હતી. કવિ સંમેલનનાં આયોજક અને ખાન્દેશ સાહિત્ય સંઘના સુરત શહેર અધ્યક્ષ ઈશ્વર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે ઉપસ્થિત કવિ અને સાહિત્ય પ્રેમીઓને સમ્માનિત કરવામાં આવ્યા પછી તેમને સન્માન પત્ર આપી પ્રોત્સાહન આપવામાં આપવામાં આવ્યું હતું. સંમેલનના કાર્યક્રમનું માર્ગદર્શન લક્ષ્મણ ખંડુ ચૌધરી ગુરૂજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની રૂપરેખા ખાન્દેશ સાહિત્ય સંઘના પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્ર બહારેએ જણાવી હતી અને સંપૂર્ણ કાર્યક્રમનું સૂત્ર સંચાલન કવિયત્રી ગીતા ગરૂડે કર્યું હતું.