પ્રતિબંધિત રશિયન ડાયમંડની ચકાસણી કરવા ભારતમાં સુરત, મુંબઈ ખાતેસ્ક્રિનિંગ સેન્ટરો ઉભા કરવા રજૂઆત

પ્રતિબંધિત રશિયન ડાયમંડની ચકાસણી કરવા ભારતમાં સુરત, મુંબઈ ખાતેસ્ક્રિનિંગ સેન્ટરો ઉભા કરવા રજૂઆત
જી7 દેશો દ્વારા રશિયન ડાયમંડ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને કારણે ભારતથી આ દેશોમાં જતા ડાયમંડનું સ્ક્રિનિંગ એન્ટવર્પ થાય છે તેમાં ખર્ચ અને સમય પણ ખુબ વેડફાઈ છે આવા સમયે આ સિસ્ક્રિનિંગ ભારતના બે મુખ્ય ડાયમંડ પોલિશ્ડ સેન્ટર સુરત અને મુંબઈ ખાતે કરવામાં આવે જેથી ડાયમંડ વેપારીઓ સરળતા રહે તેવી માંગ હીરા ઉદ્યોગમાં ઉઠી છે.
જી7 દેશો દ્વારા હાલમાં નિયત સાઈઝના રશીયન હીરા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આગામી
સપ્ટેમ્બરથી આ પ્રતિબંધ વધું આકરો કરવામાં આવનાર છે. ત્યારે મુખ્ય સમસ્યા હાલના હીરા ઉદ્યોગકારોને એ આવી રહી છેકે, મુંબઈ અને સુરતથી એક્સપોર્ટ થતા હીરા બે તૃતીયાંશ G7 દેશોને વેચવામાં આવે છે. ત્યારે તે હીરાના પાર્સલ એન્ટવર્પની ડાયમંડ ઓફિસમાં બિન-રશિયન તરીકે ચકાસાયેલ હોવું આવશ્યક છે, ત્યાર બાદજ તે આગળ મોકલવામાં આવે છે.
જેને લઈને યોગ્ય શિપમેન્ટ યોગ્ય જગ્યાએ પહોચતા ત્રણ સપ્તાહ જેટલો સમય લાગે છે. ઉપરાંત બેલ્જિયમના
એન્ટવર્પ ખાતે સિંગલ એન્ટ્રી પોઇન્ટ હોવાને કારણે ખર્ચ પણ વધી રહ્યો છે.
જેથી હીરા ઉદ્યોગકારો દ્વારા ભારતના મુખ્ય ડાયમંડ કટિંગ પોલિશિંગ સેન્ટર સુરત મુંબઈમાં ડાયમંડ સ્ક્રીનીંગ સેન્ટર શરૂ કરવા માટે માંગણી કરી હતી. આ બાબતે જ્યારે ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સુરત આવ્યા હતા ત્યારે પણ આ બાબતે હીરા ઉદ્યોગકારો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો. અને સુત્રોએ જણાવ્યું હતું કે, બેલ્જિયમના વિદેશ મંત્રી સાથે આ મુદે ભારત સરકારે ચર્ચા પણ કરી છે.