વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા સુરત માય ભારતના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬/૦૮/૨૦૨૬, રવિવારના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સ્વચ્છતા હી સેવા” અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવી તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પરિસરમાં સ્વચ્છતા કામગીરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિ દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં દરેક વ્યક્તિની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી, એનએસએસ કો-ઓર્ડિનેટર શ્રી તુષારભાઈ જલોધરા તેમજ સુરત માય ભારતના અધિકારીશ્રી જીનેશભાઈ અને આયુષભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને સ્વચ્છતા તથા સામાજિક જવાબદારીના કાર્યોમાં સક્રિયપણે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, શિસ્ત, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રપ્રત્યેની ફરજની ભાવના વધુ મજબૂત બની હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક પસ્તાગીયા અને ડૉ. ચિંતલ મોઢ દ્વારા યુનિવર્સીટી ખાતે કરવામાં આવ્યું હતું.



