સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીને GSIRF-2024 રેન્કિંગમાં 5 સ્ટાર રેન્ક

સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીને GSIRF-2024 રેન્કિંગમાં 5 સ્ટાર રેન્ક
સુરતની સાર્વજનિક યુનિવર્સીટીના નેજા હેઠળની સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (SCET) એ ગુજરાત સરકારના GSIRF-2024 રેન્કિંગમાં શ્રેષ્ઠ 5 સ્ટાર રેન્ક પ્રાપ્ત કરીને શિક્ષણની ગુણવત્તા બાબતે ફરી એકવાર અગ્રેસર હોવાનો દાખલો પૂરો પાડેલ છે. આ રેન્કિગ ગુજરાત રાજ્યમાં ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની ગુણવત્તાના પ્રતીકરૂપ હોય છે અને કોલેજની શૈક્ષણિક સફળતાઓ, સંશોધન પ્રોત્સાહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ બાબતે ઉત્તમ હોવા અંગે માન્યતા આપે છે. આ રેન્કિંગ માટે શૈક્ષણિક પ્રદર્શન, સંશોધન અને વિકાસ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, ભૌતિક સુવિધાઓ વગેરે જેવા વિવિધ માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
સ્કેટ ગુજરાતની સૌથી જૂની સ્વનિર્ભર કોલેજોમાંથી એક છે. ૧૯૯૫માં સ્થપાયેલી આ કોલજે શિક્ષણક્ષેત્રે અવિરત સિધ્ધિઓ હાંસિલ કરી છે. તેના કેટલાક કોર્ષ નેશનલ બોર્ડ ઓફ એક્રીડીટેશન, ન્યુ દિલ્હીની શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ થી એક્રીડીટેશનની માન્યતા ધરાવે છે. આ સફળતા હાંસિલ કરનાર દક્ષિણ ગુજરાતમાં સ્કેટ એક માત્ર સંસ્થા છે. આ સિધ્ધિ હાંસિલ કરવા માટે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સીટીના પદાધિકારીઓએ કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.