મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. – 272, નાના વરાછામાં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. – 272, નાના વરાછામાં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. – 272, નાના વરાછામાં શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓનાં હૈયે પણ અનેરો ઉત્સાહ હતો. કેટલાક વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદના પરિધાનમાં સજ્જ થઈને આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વામીજીના જીવન પ્રસંગો રજૂ કર્યા હતા. આ પ્રસંગે શિક્ષક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો. એમના ક્રાંતિકારી વિચારો આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો આ ઉજવણીમાં સહભાગી થયાં હતાં.



