વ્યાપાર

શ્રીલંકાના પ્રમુખ ડીસાનાયકેનું અદાણી પોર્ટ્સના સોદાને સમર્થન

શ્રીલંકાના પ્રમુખ ડીસાનાયકેનું અદાણી પોર્ટ્સના સોદાને સમર્થન
‘અમારી સરકાર વધુ ભારતીય રોકાણના પક્ષમાં’
ભારતના પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ અદાણી ગ્રુપને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અદાણી જૂથની આવક અંગે વિશ્વાસ વ્યક્ત કરતા દિસનાયકેએ સ્પષ્ટ કર્યું છે કે શ્રીલંકામાં અદાણી ગ્રુપના કામથી તેમને કોઈ સમસ્યા નથી. એટલું જ નહીં, વધુ એકવાતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અદાણીના અન્ય દેશો સાથેના કારોબારને લઈને અમોને કોઈપણ પ્રકારની ચિંતા નથી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેએ કહ્યું કે “અમે કોઈપણ વસ્તુઓને બીજા દેશોની નજરથી જોતા નથી. તેમણે કહ્યું હતું કે અદાણી ગ્રુપનું શ્રીલંકામાં મોટું રોકાણ છે. અમારી સરકાર હજુ વધુ ભારતીય રોકાણના પક્ષમાં છે. અમારી સરકાર તેના માટે નવા માર્ગો બનાવી રહી છે. અમને અહીં માત્ર રોકાણ અને વિકાસની ચિંતા છે”.

બુધવારે ઇકોનોમિક ટાઇમ્સ સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં ડિસનાયકેએ જણાવ્યું હતું કે તેઓ અદાણી ગ્રૂપના અન્ય દેશો સાથેના કારોબારને લઈને ચિંતિત નથી. જૂથની આવક વિશે વિશ્વાસ કરતા તેમણે જણાવ્યુ હતું કે તેઓ માત્ર શ્રીલંકામાં અદાણી ગ્રૂપના કારોબારની વાત કરે છે. દિસનાયકેએ જણાવ્યું હતું કે તેમની “સ્થિર સરકાર” વધુ ભારતીય રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

તાજેતરમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને સંકેત આપ્યો હતો કે તે શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટને તેના પોતાના પૈસાથી ફાઇનાન્સ કરશે અને અમેરિકન ફંડિંગ નહીં લે. કંપનીએ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટને ફાઇનાન્સ કરવા માટે DFCને આપવામાં આવેલી અરજી પાછી ખેંચી લીધી હતી. કંપનીએ પુષ્ટિ કરી છે કે પ્રોજેક્ટ આવતા વર્ષની શરૂઆતમાં કમિશનિંગ માટે શેડ્યૂલ છે.

ગત વર્ષે અદાણી જૂથને કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ માટે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ (DFC) તરફથી $553 મિલિયનનું ભંડોળ મળ્યું હતું. નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, ડિસનાયકેએ કહ્યું, “હું સમજું છું કે તેઓએ તેને છોડી દીધું છે, પરંતુ એવું લાગે છે કે તેમની પાસે તેના માટે આવક અથવા આવકના પોતાના સ્ત્રોત છે.”

અદાણી ગ્રૂપના પ્રોજેક્ટ્સ વિશે વાત કરતા ડિસનાયકેએ જણાવ્યું હતું કે તેઓ કોલંબો પોર્ટના વેસ્ટર્ન ટર્મિનલને પૂર્ણ કરી રહ્યા છે. એનર્જી સેક્ટરમાં પણ તેઓ રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. આ સિવાય પણ ઘણા અન્ય રોકાણો પર પણ તે વિચાર કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button