આરોગ્ય

ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-૨૦૦૩ એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ

ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-૨૦૦૩ એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ

આહવામાં કુલ – ૨૪ કેસોમાં રૂપિયા ૪૮૦૦ નો દંડ કરવામાં આવ્યો

ડાંગ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (NTCP) અંતર્ગત ૬૦ દિવસના ટોબેકો ફ્રિ યુથ કેમ્પેઇન ૨.૦ (Tobacco Free Youth Campaign 2.0) ના સમયગાળા દરમિયાન COTPA-૨૦૦૩ એક્ટ અન્વયે અન્વયે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બજાર વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ ડ્રાઇવનું કામગીરી હાથ ધરવામાં આવી હતી.  જેમાં જિલ્લા ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના (NTCPSW) શ્રીમતી રસીલા સી.ચૌધરી (આરોગ્ય શાખા), આહવા પોલીસ વિભાગના કર્મચારીશ્રીઓ, એન્ફોર્સમેન્ટ સ્કોડ દ્વ્રારા Section-૪,૫,૬(a),૬(b) નું અસરકારક અમલીકરણ થાય જે અંગે આહવા તાલુકાના બજાર વિસ્તારમાં દુકાનો,લારી-ગલ્લાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં દુકાનદારો તેમજ લારી-ગલ્લાઓ પર કલમ-૬(બ) મુજબ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં સિગારેટ અને તમાકુની અન્ય બનાવટો વેચાણ ન કરવા અંગે સુચના આપવામાં આવી હતી. તેમજ કલમ-૬(અ)૧૮ વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓને તમાકુ કે તમાકુની અન્ય બનાવટોનો વેચાણ ન કરવા પર પ્રતિબંધ તથા બોર્ડ લગાડવા સુચના આપવામાં આવી હતી. આ સાથે જ કલમ-૫ મુજબ સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ છે તેમ જણાવાયું હતું.

ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-૨૦૦૩ એક્ટ અનવ્યે આહવામાં કુલ – ૨૪ કેસોમાં રૂપિયા ૪૮૦૦ દંડ કરવામાં આવ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button