યુપી સંભલમાં હિંસક હંગામા બાદ અત્યાર સુધીમાં 25ની ધરપકડ
યુપી સંભલમાં હિંસક હંગામા બાદ અત્યાર સુધીમાં 25ની ધરપકડ
એમપી બર્ક સામે કેસ, હંગામાની મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ
સંભલ યુપીના સંભલ જિલ્લામાં જામા મસ્જિદના સર્વેને લઈને થયેલા હિંસક હંગામા બાદ કડકાઈ વધારી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે પ્રતિબંધિત છે. શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. પોલીસે 21 લોકોની અટકાયત કરી છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસ બાતમીદારોની મદદથી તમામ માહિતી એકઠી કરી રહી છે.જામા મસ્જિદની જમીન પર હરિહર મંદિરનો કબજો હોવાનો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. રવિવારે, જિલ્લા અદાલતના આદેશ પર, મસ્જિદના સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
સંભલની જામા મસ્જિદના પ્રમુખ ઝફર અલીને પણ પોલીસે સોમવારે બપોરે ઝડપી લીધો હતો. આ પછી અહીં ફરી તણાવ વધી ગયો છે. એવું કહેવાય છે કે પોલીસ સ્ટેશનમાં જફર અલીની પૂછપરછ કરવામાં આવી રહી છે.વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ ઉત્તર પ્રદેશના સંભલમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો, ગોળીબાર અને આગચંપી કરવાની સખત નિંદા કરી છે અને માંગ કરી છે કે તોફાનીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાદીને નુકસાનની ભરપાઈ કરવામાં આવે. VHPના સંયુક્ત મહાસચિવ ડૉ. સુરેન્દ્ર જૈને સંભલની ઘટનાઓને ‘અત્યંત નિંદનીય’ ગણાવી અને કહ્યું કે જે રીતે મુસ્લિમ નેતાઓ, મૌલાના અને રાહુલ ગાંધી સહિત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ આ હિંસાને સમર્થન આપ્યું છે તે પણ ચિંતાજનક છે.