શતાબ્દી સંગમ:ધરમપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એકત્રીકરણ યોજાયું
શતાબ્દી સંગમ:ધરમપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એકત્રીકરણ યોજાયું
ધરમપુર નગરમાં આવેલા એસ.એમએસ.એમ. હાઇસ્કૂલનાં મેદાનમાં સંઘ શતાબ્દી ઉજવણીનો ઉત્સવ અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધરમપુર તાલુકાનું એકત્રીકરણ 05 જાન્યુઆરી રવિવારના રોજ યોજાયું હતું. જેમાં 200થી પણ વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
1925માં નાગપુરના મોહિતે વાળા મેદાન ખાતે 10થી 20 બાલ તરુણોથી પ્રારંભ થયેલા સંઘની શાખા આજે દેશના નાગરિક ક્ષેત્રમાં વસ્તી સુધી અનેક સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારે રોપેલું સંઘ બીજ આજે વટ્ટ વૃક્ષ બની તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે ધરમપુર એસ.એમ.એસ.એમ.હાઇ સ્કૂલનાં મેદાનમાં સંઘના 200 થી વધુ સ્વયં સેવકોની ઉપસ્થિતિમાં એકત્રીકરણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં સંઘનાં નવસારી વિભાગનાં મા.સંઘચાલક શ્રી પ્રકાશભાઇ ગાલાએ ઉપસ્થિત રહીને તેમને વક્તવ્ય આપ્યું હતું.