રવિન્દ્ર જાડેજાને ભારતીય ટીમમાં સ્પેશિયલ ટેગ અપાયું

રવિન્દ્ર જાડેજાને ભારતીય ટીમમાં સ્પેશિયલ ટેગ અપાયું
રવિન્દ્ર જાડેજાએ એકલા હાથે પૂછડિયા ખેલાડીઓનો સાથ આપીને ભારતને લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં જીત અપાવવાની કોશિશ કરી પરંતુ પનો ટૂંકો પડી ગયો હતો. જાકે, બાપુએ જે રીતે ભારતને જીત અપાવવા માટેના પ્રયાસ કર્યા તે પણ ગર્વની વાત રહી અને અંગ્રેજા બાપુને જીત્યા પછી સલામ કરવા લાગ્યા હતા. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરી છે અને ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં તેના પ્રદર્શનને અવિશ્વસનીય ગણાવી છે. આવી રમત માટે જાડેજાને ટીમનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (સ્ફઁ)નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. મેચના છેલ્લા દિવસે રવિન્દ્ર જાડેજાએ ૧૮૧ બોલમાં ૬૧ રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની શાનદાર ઇનિંગ્સ છતાં, ભારત ત્રીજી ટેસ્ટ ૨૨ રનથી હારી ગયું હતું.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શુક્રવારે તેની વેબસાઇટ પર એક વીડિયો જાહેર કર્યો છે જેમાં ગંભીરે જાડેજાની ખૂબ પ્રશંસા કરી છે. “તે અવિશ્વસનીય હતું,” ગંભીરે ધ સ્ફઁ, રવિન્દ્ર જાડેજા નામના વીડિયોમાં કહ્યું. જડ્ડુની લડાયક ઇનિંગ્સ ખરેખર શાનદાર હતી. ૧૯૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ નિષ્ફળ ગઈ અને તેના ટોચના ૮ બેટ્સમેનો ૪૦ ઓવર સુધી પણ ટકી શક્્યા નહોતા.આવી મુશ્કેલ પરિÂસ્થતિમાં સાતમા નંબરે બેટિંગ કરવા આવતા, જાડેજાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું અને નીચલા ક્રમના બેટ્સમેન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે મળીને ખૂબ જ હિંમત અને ધીરજ બતાવી.
જાડેજાનો સાથ આપીને જસપ્રીત બુમરાહે ૫૪ બોલનો સામનો કર્યો અને પાંચ રન બનાવ્યા હતા, જ્યારે સિરાજે ૩૦ બોલમાં ચાર રન બનાવ્યા હતા. ભારત ૭૪.૫ ઓવરમાં ૧૭૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું અને આમ પાંચ મેચની સીરિઝ ૧-૨ થી પાછળ રહી ગયું. જાકે, રવિન્દ્ર જાડેજાથી ઇંગ્લિશ ટીમનો કેપ્ટન બેન સ્ટોક પણ પ્રભાવિત થયો હતો અને તેણે મેચ જીત્યા બાદ જાડેજા પાસે આવીને તેની પીઠ થાબડી હતી.